સચિન જીઆઈડીસીમાં આવેલાં નોટીફાઈડ ફાયર સ્ટેશન ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ
સુરતઃ સચિન નોટીફાઈડ એરિયા ઓથોરીટી ક્ષેત્રમાં આવતાં નોટીફાઈડ ફાયર સ્ટેશન ખાતે 15 ઓગષ્ટના રોજ સવારે 9.15 કલાકે નવનિયુક્ત શાસકોએ એકઠાં થઈને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં નોટીફાઈડ ચીફ ઓફિસર મેનત સહિત ફાયર ઓફિસર સંત સોની અને ફાયર લાશ્કરો તેમજ નવનિયુક્ત શાસકો પૈકી પ્રમુખ નીલેશ લીંબાસીયા, ઉપપ્રમુખ નીલેશ ગામી, સેક્રેટરી મયૂર ગોળવાલા, ડિરેક્ટર ભીખાભાઈ, ડિરેક્ટર કિશોરભાઈ પટેલ, પ્રવીણભાઈ રામાણી, અશ્વિનભાઈ ત્રાપસીયા અને નોટીફાઈડ કચેરીના કર્મચારીઓ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
આ પ્રસંગે સેક્રેટરી મયૂર ગોળવાલાએ જીઆઈડીસીની પ્રગતિ થાય અને ઉદ્યોગકારોને ચોક્કસ સુવિધાઓ મળી રહે તેવાં હાલ પ્લાનિંગ કરાઈ રહ્યાં હોવાનું જણાવ્યું હતું. જ્યારે ચીફ ઓફિસર મેનતએ શાસકો સાથે ખભેથી ખભા મિલાવીને ઉદ્યોગોના હિતમાં જરૂર પડ્યે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા માટેની બાંયધરી આપી હતી.