એજ્યુકેશન
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શૈક્ષણિક સંસ્થા અલોહા દ્વારા 77માં સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી
સુરતઃ ભારત દેશે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કર્યા તે નિમિતે સમગ્ર દેશભરમાં 77માં સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી ત્યારે સુરતમાં સિટીલાઇટ વિસ્તાર પાસે આવેલ અણુવ્રત દ્વાર સ્થિત સુરત મહાનગરપાલિકા વોકવે ગાર્ડન ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા અલોહા દ્વારા પણ ઘ્વજવંદન કરીને તથા રાષ્ટ્રગીત ગાઈને સ્વતંત્રતા દિવસનીન ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ સેન્ટરના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હાજર રહ્યાં હતા.