વેસુમાં જૈનોના ચારેય ફિરકાની ચૂંટણીલક્ષી થઇ મિટીંગ
વેસુ-સુરત શ્રી આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવન ખાતે બપોરે 2 થી 4 ચૂંટણીલક્ષી મિટીંગ થઇ હતી. જેમાં ચારેય ફિરકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પૂ. પ્રવચન પ્રભાવક આ.શ્રી સાગરચંદ્ર સાગર સૂ. મ. જે મંગલાચરણ અને જૈન ઇતિહાસમાં ગુજરાતના યોગક્ષેમમાં થયેલા મંત્રીશ્વરોની વાતો રજૂ કરી હતી.
અને નિરવ શાહ- કેતન શાહ- નેન્શી શાહ- ગિરીશભાઈ મહાજન આદિ દ્વારા દીપ પ્રજ્વલન કરાયું હતું. સંચાલન હિતેશ જૈન દ્વ્ારા કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 50 લાખ જૈનો છે અને 18 વિસ્તારમાં જૈન મેજોરિટી છે. ત્યાં જૈન ઉમેદવાર મળવો જોઇએ અને તેને જીતાડવા તમામ જૈનોએ સંપૂર્ણ વોટીંગ કરવું એવી રજૂઆત થઇ હતી.
18 ઉમેદવારો માટે ભારતીય સંસ્કૃતિને પોષક અને હિન્દુત્વથી ભરેલા ભારતીય જનતા પક્ષ પાસે માંગણી કરવી તેવો નિર્ણય લેવાયો હતો.નવસારી- વડોદરા- અમદાવાદ- પાલિતાણાથી પણ પ્રતિનિધિઓ આવ્યા હતા.
ગિરીશભાઈ સમસ્ત મહાજન દ્વારા પણ સુંદર ડેટાબેઝ સાથે જૈનોએ જાગવાની વાતો કરી હતી. સંગઠન સાથે વોટીંગમાં જાગરૂકતા લાવવાથી દેશને સ્વચ્છ પ્રતિનિધિત્વ આપી શકાશે. તેવી વાત કરવામાં આવી હતી.
છેલ્લે સુરત બિરાજમાન અનેક આચાર્ય ભગવંતોના આવેલ મંગલ આશિષ જાહેર કરવામાં આવેલ. આ અંગે અમદાવાદ- વડોદરામાં પણ મિટીંગનું આયોજન ગોઠવાશે તેવી જાહેરાત થઇ હતી. ચૂંટણી પ્રચારક જૈન યુથના પરેશ દાઢી દ્વારા ફરી મિટીંગ કરવાની જાહેરાત થઇ હતી.