સુરત
“Ayush Doctors Club of Surat” ની નવી કાર્યકારિણીની ઇન્સ્ટોલેશન સેરેમની ધામધૂમથી યોજાઈ

સુરત : શહેરની જાણીતી સંસ્થા Ayush Doctors Club of Surat દ્વારા વર્ષ 2025-26 માટેની નવી કાર્યકારિણીની ઇન્સ્ટોલેશન સેરેમની ભવ્ય રીતે યોજાઈ હતી. કાર્યક્રમમાં Dr. Nitinkumar K. Patel ને પ્રમુખ અને Dr. Kuldeepsinh Mahida ને સચિવ તરીકે વિધિવત રીતે સ્થાનપન કરવામાં આવ્યું.
ભેસાણ ગૌરવ પથ રોડ પર આવેલા Dream Festiva ખાતે યોજાયેલી આ સમારોહમાં સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમના સ્થાપન અધિકારી તરીકે ડૉ. નિર્મલ ચોરારિયા (Chairman & CEO, Nirmal Hospital Pvt. Ltd.) એ પદાધિકારીઓની શપથવિધિ કરાવી.
કાર્યક્રમમાં વિવેક્ભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય, ઉધના) એ વિશિષ્ટ અતિથિ તરીકે હાજરી આપી. મુખ્ય વક્તા તરીકે ડૉ. મુકુલ ચોક્સી (મનોચિકિત્સક અને સેકસ થેરાપિસ્ટ) એ ડૉક્ટરોને પ્રેરક અને માહિતીસભર ભાષણ આપ્યું.