સુરત
સુરતના પિપલોદ વિસ્તારના તિરુપતીનગરમાં ગરબાની રમઝટ
અમાસની અંધિયારી રાત બાદ પૂનમનાં સોળે કળાએ ખીલેલા ચાંદલિયાની જે રીતે લોકો વાટ જોતા હોય છે, તે રીતે જ કોરોના કાળના બે વર્ષનો અમાસ ગાળા બાદ આ વર્ષે જાણે નવ દિવસ પૂનમ હોય તે રીતે શહેરીજનો નવરાત્રિમાં માઁ આદ્યશક્તિના મહોત્સવને મનભરી માણી રહ્યાં છે.
આવો તો રમવાને….માઁ ગરબે ઘુમવાને……..
સુરતમાં ધંધાકિય ડાંડીયા-રાસની સાથે શેરી-મહોલ્લામાં નાના ભૂલકાથી લઈ મોટેરાઓ સૌ કોઈ માતાજીની શક્તિ ઊપાસનામાં મગ્ન થયાં છે.
ચાલો પેલા તિરુપતી બીટ્સનાં ગરબા રમવા જઈએ……
સુરતનાં પિપલોદ વિસ્તારના તિરુપતિનગરના રહેવાસીઓ માતાજીની આરતી કર્યા બાદ વિવિધ પારંપરિક વેશભૂષા પરિધાન કરીને અવનવા ગરબાની શૈલી પ્રસ્તુત કરી માતાજીને રાજી કરવા થનગની રહ્યાં છે.
ચરર ચરર મારો ચકઙોળ ચાલે…….
તસ્વીરમાં જોઈ શકાય છે કે નાના ભૂલકાઓમાં પણ રાસ રમવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.