સુરત

પ્રત્યેક પર્વની ઉત્સાહ અને આસ્થાભેર ઊજવણી માટે પંકાયેલા સુરતમાં ગણેશોત્સવના અંતિમ દિને ગણેશ દર્શનાર્થે આવ્યા મુખ્યમંત્રી

૯મીએ સુરક્ષા, સાવચેતીપૂર્વક ગણેશ વિસર્જન કરવા કર્યો અનુરોધ

સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત શહેરના વિવિધ પંડાલોમાં બિરાજમાન દુંદાળા દેવશ્રી ગણપતિ દાદાના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા અને શ્રીજી સમક્ષ શિશ ઝુકાવી રાજ્યના નાગરિકોના કલ્યાણ તથા સુખાકારીની મંગળકામના કરી હતી. તેમણે દેશના સર્વાંગી વિકાસ અને નાગરિકોના આરોગ્ય-સુખાકારી જળવાઈ રહે તેવી પ્રાર્થના કરીને ઉજવણીમાં જોડાયેલા તમામ ભાવિક ભક્તોને ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ સુરક્ષા, સાવચેતી અને તકેદારી સાથે આવતીકાલ તા.૯મીના રોજ ગણેશ વિસર્જન કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી સુરત શહેરના ભટાર ટેનામેન્ટ ખાતે સાંઈરામ યુવક મંડળ, ઘોડદોડ રોડના પૂનમનગર સોસાયટી ખાતે પૂનમનગર યુવક મંડળ, ભટાર ખાતે ઠાકુરજી સેવા સમિતિ, પાંડેસરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રોકડિયા હનુમાન મંદિર ખાતે રોકડિયા યુવક મંડળ, પાંડેસરાના સાંઇબાબા સોસાયટી ખાતે સાંઇ યુવક મંડળ, નવાગામ-ડીંડોલી ખાતે ઉમિયાનગર સ્થિત અષ્ટ વિનાયક ગણેશ મિત્ર મંડળ, પરવત પાટીયા ખાતે અક્ષર ટાઉનશીપ સ્થિત ઉમિયા શક્તિ મંડળ, વરાછા ઝોન ઓફિસ સામે અરિહંત પાર્કના શિવાય ગ્રુપ સ્થાપિત ગણેશ પંડાલ,

મહિધરપુરા ખાતે દાળીયા શેરીના સાર્વજનિક ગણેશ ઉત્સવ, કતારગામ ઝોન ઓફિસની બાજુમાં રોયલ વિંગ્સ ગ્રુપના ગણેશજી, સગરામપુરા, કૈલાશનગરના સુરત શહેર સાંઇ યુવક મંડળ સ્થાપિત ગણેશ પંડાલ, અડાજણના આનંદમહલ રોડ ખાતે ગાર્ડન ગ્રુપના ગણેશજી, રાંદેર ખાતે નવયુગ કોલેજ સામે વાસ્તવ ગ્રુપના ગણેશજી, ડુમસના સુલતાનાબાદ ખાતે આંબાવાડી યુવક મંડળ ખાતે સ્થાપિત ગણેશ પંડાલની મુલાકાત લઈ દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.

 મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી  દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ, મેયર  હેમાલી બોઘાવાલા, ડે. મેયર દિનેશ જોધાણી, પોલીસ કમિશનર અજય તોમર, ધારાસભ્ય  કાંતિ બલર, સંગીતા પાટિલ, પ્રવિણ ઘોઘારી, વિવેક પટેલ, સુરત શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, અગ્રણીઓ જનક બગદાણાવાળા અને જીગ્નેશ પાટીલ સહિત કોર્પોરેટરો, ગણેશભક્તજનો પણ જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button