વેપારીએ મહિલાને મારવાનો પ્રયાસ કર્યો.. કેસ નોંધાયો
કાપડના ધંધામાં મુંબઈની મહિલા અને અમદાવાદના યુવકને પ્રેમ થયો પછી વિશ્વ મા લઈ ને અવારનવાર મરજી વિરુધ્ધ બળાત્કાર ગુજારી અને વાયરના ચાર્જરથી ગળું ઘોંટીને મહિલાને મારી નાખવા પ્રયાસ કરવામાં આવ્યો હાલતો આ મામલે ફરિયાદી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે
મુંબઈ મા રહેતી ૩૦ વર્ષની યુવતીએ નવેમ્બ-૨૦૧૭માં કાપડની ખરીદી ક૨વા માટે અમદાવાદ આવી હતી ત્યારે દિપક શર્મા સાથે ઓળખ થઈ હતી. બન્ને વચ્ચે મિત્રતા થઈ અને સાથે કાપડનો ધંધો ચાલુ કર્યો હતો. બન્નેની મિત્રતા પ્રેમમાં રુપાંતરિત થતા દિપકે લગ્નની માંગણી કરી હતી યુવતીએ જવાબ આપ્યો નહોતો.
બીજા દિવસે સીજી રોડના ગેસ્ટહાઉસમાં બન્નેએ સાથે બિયર પીધી હતી દિપકે યુવતી નશામાં હોવાનો ગેરલાભ લઈ સંભોગ કર્યો હતો. આ પછી બન્ને ફોન ઉપર વાતચિત કરતા અને દિપક મુંબઈ મળવા માટે પણ જતો હતો. થોડા દિવસો પછી દિપકના લગ્ન થઈ ગયેલા હોવાની જાણ યુવતીને થઈ હતી. આ
બાબતે વાત કરતાં જ યુવતી પર દિપક ગુસ્સે થયો હતો અને પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરશે તેવી વાત કરતો હતો.
નવેમ્બર-૨૦૧૮માં ભીલવાડાના મંદિરમાં ખોટી રીતે લગ્ન કર્યા હતા. આ પછી કામ અર્થે મળતા ત્યારે દિપક છોકરીના મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. થોડા દિવસ પછી દિપક શર્મા એ ફસાવી હોવાની જાણ થતાં યુવતીએ વાતચિત બંધ કરી હતી ડિસેમ્બર-૨૦૧૯માં મુંબઈમાં યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને તેના નાના ભાઈને સંબંધ બાબતે કહી દેવાનો ડર બતાવી બળાત્કા ગુજાર્યો હતો.
જુલાઈ- ૨૦૨૦ માં ઉદયપુર ખાતે મળ્યા ત્યારે યુવતીએ પધ્ધતિસર લગ્ન કરવાની વાત કરી હતી પણ લગ્ન કરવાંનું કહી બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી વાળ પકડી મારઝૂડ કરી મોબાઈલના ચાર્જીંગ વાયરથી ગળું ઘોંટી મારી નાંખવા નો પ્રયાસ કર્યો હતો. અને દિપક શર્મા દ્વારા પાડી લીધેલા અશ્લિલ વિડિયો અને ફોટા પરિવાર, ધંધાર્થી મિત્રોને બતાવવાની ધમકી રાખી સંબંધ રાખવા ફરજ પાડતો હતો યુવતીને બીજે લગ્ન કરે તો મારવાની, બીજા કોઈ સાથે વ્યવસાય નહીં કરવાનું કહી લોકોને ફસાવતી હોવાનો આક્ષેપો કરવા ઉપરાંત પરિવારને ફોન પર ધમકી આપતા દિપક શર્મા ના ફોન ઉપાડવા બંધ કરી વોટ્સ-એપ બ્લોક કર્યો હતો. આખરે, યુવતીએ જુહુ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ અર્થે એલીસબ્રિજ પોલીસમાં મોકલાઈ છે
હાલ તો છોકરીના પરિવારની એક જ માંગ છે કે છોકરીને ન્યાય મળે અને દિપક શર્મા જે અમદાવાદમાં રહે છે તેને સખત ને સખત સજા કાથાય તેવી માંગ કરી રહ્યા છે અને છોકરી દ્વારા આ ઘટનાને લઈને સુસાઇડ કરવા સુધીનું પણ પગલું ભરવામાં આવ્યું હતું હવે જોવાનું રહીયું કે ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ આ છોકરીને ન્યાય ક્યારે અપાવશે તે એક સવાલ ઊભો થયો છે હાલતો એલીસબ્રિજ પોલીસ દ્વારા બળાત્કાર અને જાનથી મારી નાખવાની કોશિશ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જોકે દિપક શર્મા હાલ તો અમદાવાદ પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસની પકડની બહાર છે