ગુજરાત

ગુજરાત બજેટ અંતર્ગત ટેક્સટાઇલ ક્ષેત્રે રૂપિયા 1580 કરોડ કરેલી ફાળવણી આવકારદાયક

આગામી 5 વર્ષમાં ઔદ્યોગિક, કૃષિ અને સેવા ક્ષેત્રના વિકાસ માટે રૂપિયા 2 લાખ કરોડની જાહેરાતથી ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ ખુબ ઝડપથી વધશે : હિમાંશુ બોડાવાલા

સુરત: આજરોજ  મુખ્ય મંત્રી  ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ. ૩.૦૧ કરોડ જેટલું બજેટ જાહેર કર્યું છે જે ગયા વર્ષની સરખામણીમાં ૨૩% જેટલું ઊંચું છે. જે દર્શાવે છે કે ગુજરાત કેટલું પ્રગતિશીલ છે તથા બજેટની જાહેરાતમાં કોઈ નવીન પ્રકારના કરની જાહેરાત કરવામાં આવી નથી અને સમાજના તમામ વર્ગને આવરી લેતું બજેટ હોઈ, ચેમ્બર આ બજેટને આવકારે છે એમ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ  હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું.

સરકાર દ્વારા ઉદ્યોગનીતિ હેઠળ રૂ. ૮૫૮૯ કરોડની કુલ ફાળવણી કરી છે. જે ગયા વર્ષના બજેટ કરતાં રૂ. ૧૫૦૦ કરોડ જેટલું વધુ છે. જે ઘણી આવકારદાયક જાહેરાત છે. ચોક્કસ આ વધારાની ફાળવણીની જાહેરાતથી ગુજરાતની ઔદ્યોગિક વિકાસ વધુ વેગવંતુ બનશે. આજની બજેટ જાહેરાતમાં ટેક્ષટાઈલ ક્ષેત્રની સ્કીમ માટે રૂ. ૧૫૮૦ કરોડનું પ્રાવધાન કર્યું છે. વધુમાં હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલનું હબ હોઈ ઉપરોક્ત ફાળવણીથી દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને ઘણો લાભ મળવાની સંભાવના છે, હાલ ગુજરાત ટેક્સટાઇલ ઉદ્યોગ નીતિ 2019 હેઠળ પાવર સબસિડીને કલેઇમ મંજૂર થયા છે તો તેને ઝડપથી ડીસ્બર્સમેન્ટ મળશે એવી આશા રાખું છું.

આજના બજેટમાં MSME ક્ષેત્રે રૂ. ૧૫૦૦ કરોડની જોગવાઈ કરેલી છે, જે પણ દક્ષિણ ગુજરાતને લાભ કરતી છે. કારણ કે ગુજરાતમાં આવેલ કુલ MSME માંથી ૪૮% હિસ્સો દક્ષિણ ગુજરાતનો છે. સ્માર્ટ સીટી અંતર્ગત રૂ. ૫૪૭ કરોડનું પ્રાવધાન કર્યું છે. તે થકી સુરતને પણ ઘણો ફાયદો થવાનો છે. કારણ કે ગુજરાતમાં ૬ સ્માર્ટ સીટી આવેલી છે, એમાંથી સુરત પણ એક સ્માર્ટ સીટી છે. સુરત મેટ્રોને કુલ રૂ. ૯૦૦ કરોડની ફાળવણી કરી છે. જેના થકી મેટ્રોનો વિકાસ ખૂબ વેગવંતો બનશે અને સુરતમાં પરિવહનની સમસ્યાનું નિરાકરણ આવશે. તાપી શુદ્ધિકરણ માટે રૂ. ૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનાથી તાપીમાં પાણીની વહન ક્ષમતામાં વધારો કરવામાં આવશે અને તેની સાથે સાથે સુરત રીવરફન્ટની સુંદરતામાં વધારો કરાશે.

ગત વર્ષની સરખામણીમાં સરકારે રોડ એન્ડ બિલ્ડીંગમાં રૂપિયા 8617 કરોડના વધારાનું પ્રાવધાન કર્યું છે. આથી સરકારે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપર ફોકસ કર્યો છે. જેને કારણે રાજ્ય તેમજ ઉદ્યોગોનો વિકાસ ઝડપી ગતિથી કરી શકાશે. સરકારે શિક્ષણ વિભાગને રૂપિયા 8766 કરોડનું વધારાનું ભંડોળ આપ્યું છે. જેથી મેગા આઈઆઈટી થકી ઉદ્યોગો માટે સ્કિલ્ડ યુવા ધન મળી રહેશે. આને કારણે સ્કિલ્ડ ડેવલપમેન્ટને વેગ મળી રહેશે. આ ઉપરાંત સરકારે કૃષિ ખેડૂત કલ્યાણ માટે અને સહકારી વિભાગમાં રૂપિયા 13800 કરોડનો વધારો કર્યો છે. આથી રાજ્ય સરકારે ખેડૂત ભાઈઓના વિકાસ તરફ પૂરતું ધ્યાન આપ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એકંદરે બજેટ વિકાસલક્ષી અને દૂરંદેશી છે અને સમાજના દરેક વર્ગને આવરી લેતું બજેટ છે અને હું ચેમ્બર વતી તેને આવકારું છુ. હું  નાણાં મંત્રી  કનુભાઈ દેસાઈ અને મુખ્ય મંત્રી  ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યકત કરું છું.

ચેમ્બરના ઉપ પ્રમુખ  રમેશભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે સરકારે ગ્રીન ગ્રોથ માટે આગામી પાંચ વર્ષ દરમ્યાન રૂપિયા 2 લાખ કરોડ ખર્ચવાનું પ્રાવધાન કરેલ છે, તેના થકી ગુજરાતમાં પર્યાવરણની જાળવણી થશે એન્ડ ગ્રીન ગ્રોથ તરફ ગુજરાત પ્રયાણ કરશે. આવતા પાંચ વર્ષમાં સરકારે ગુજરાતની GSDP રૂપિયા 42 લાખ કરોડ કરવાની નેમ મૂકી છે તેના આધારે આપણે કહી શકીએ કે ગુજરાત સરકાર આર્થિક વિકાસ માટે ગંભીર છે અને ઉચ્ચ આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા સક્રિયપણે કામ કરી રહી છે, આવી વિકાસલક્ષી જાહેરાતને હું આવકારું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button