ત્રણ વ્યક્તિનો ઉપકાર ક્યારેય વાળી શકાતો નથી: આચાર્ય જિનસુંદરસુરીશ્વરજી મહારાજ

સુરતઃ શ્રીરામ વિહાર જૈન સંઘ વેસુના આંગણે શાસન પ્રભાવક પૂજ્ય પાદ આચાર્ય દેવ શ્રી જિનસુંદરસુરીશ્વરજી મહારાજ ધર્મસભાને ફરમાવ્યું કે ત્રણ વ્યક્તિનો ઉપકાર ક્યારે પણ વાળી શકાતો નથી.
1) માતા પિતા:- જે માતાએ 9-9 મહિમા સુધી આપણને ગર્ભમાં સાચવ્યો જન્મ થયા બાદ પણ ફૂલની જેમ કાળજી કરી આપણા સુખે સુખી અને દુઃખે દુઃખી જે રહી છે. એવી માનો ઉપહાર વાળવી અશક્ય પ્રાય: છે. અને પિતાએ દીકરો ભણી-ગણીને સારો તૈયાર થાય તે માટે પોતાની લાખો રૂપિયાની સંપત્તિનો વ્યય આપણી પાછળ કરી દીધી પણ વર્તમાન કાળ ના કેટલાય પુત્ર (કુપુત્ર) મા બાપના ઉપકારોને ભૂલીને પોતાના સ્વાર્થ ખાતર એમને ઘરડા ઘરમાં ધકેલી દે છે. જ્યારે આપણે પ્રેમની આવશ્યકતા હતી ત્યારે મા-બાપે આપણે પૈસા નથી આપ્યા તેમ મા-બાપને જ્યારે અંતિમ ક્ષણે પુત્રના પ્રેમની જરૂરિયાત છે ત્યારે આપણે મહિનાના ખર્ચા માટે પૈસા મોકલી આપીએ તો તે કેવી રીતે ચાલી શકે?
એક યુવાન દરરોજ એક હોસ્પિટલ માં જાય એટલે એક દિવસ ત્યાંના ડોક્ટરે પૂછ્યું તમે રોજ હોસ્પિટલમાં શા માટે આવો છો? ત્યારે તે યુવાને રડતી આંખે પ્રત્યુતર આપ્યો કે બે મહિના પૂર્વે મારી માં આજ હોસ્પિટલમાં કેન્સરના કારણે મૃત્યુ પામી. તેના પેટમાં 1 kg ની કેન્સરની ગાંઠ હતી અને તે ગાંઠ તમે હોસ્પિટલમાં પ્રદર્શન તરીકે મૂકી છે જ્યારે મા જીવતી હતી ત્યારે તે ગાંઠ જેવી લાગતી હતી અને આજે ગાંઠમાં જ મા નાં દર્શન કરવા રોજ અહી આવું છું.
પાછળથી આપણને પસ્તાવાનો વારો ન આવે તે માટે આજથી જ ચેતી જઈએ અને મા-બાપને માત્ર આભવમાં સુખી બનાવવાનું લક્ષ ન રાખતા, પરલોકમાં પણ સુખી બને અને જલ્દીથી પરલોક (મોક્ષ)ને પ્રાપ્ત કરાવી શકીએ એવી આત્મિક કાળજી પણ કરીએ બાકીના બે વ્યક્તિના ઉપકાર ની વાત આગળ કરીશું.