
સુરત : ગત રોજ રેડ અને વાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા સુરતના સરદાર સ્મૃતિ ભવન ખાતે પ્રખ્યાત વક્તા, લોકસાહિત્યકાર તેમજ શિક્ષકશ્રી સાઈરામ દવે ની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ ‘શિક્ષક…રાષ્ટ્રની દીવાદાંડી!!!’ વકૃત્વ સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં સાંઈરામ દવેના માર્ગદર્શક સંવાદમાં 1200 થી વધુ શિક્ષકો ઉપરાંત ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતમાંથી જોડાયેલ મોટી સંખ્યામાં શિક્ષકોએ પ્રેરણા સ્ત્રોત મેળવ્યો હતો.
આ પ્રસંગે શ્રી સાંઈરામ દવેએ શિક્ષકો સાથે તેમના કર્તવ્ય અને વિદ્યાર્થીઓના પ્રતિ જવાબદારી અંગે પોતાની રમૂજી શૈલીમાં પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે શિક્ષણ અને કેળવણીમાં તફાવત સમજાય એ ખુબ જ જરૂરી છે. ખરા અર્થે શિક્ષણ અને કેળવણીમાં સ્કિલ અને વિલ એવા માપદંડોનું હોવું અગત્યનું છે. તેમણે વધુમાં આજની યુવા પેઢીમાં શિક્ષણ અને શિક્ષક દ્વારા સનાતન સંસ્કૃતિની ચિંતા,ચિંતન અને જાળવણીનો સંગમ હોવાનું વિશેષ મહત્વ પણ દર્શાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ રેડ અને વાઈટ મલ્ટીમીડિયાની શિક્ષણ પદ્ધતિના વખાણ સાથે શુભેચ્છા સંદેશો પણ આપ્યા હતા.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અગ્રણી શ્રી કાનજીભાઈ ભાલાળાએ શિક્ષક અને માતાના દરરજાને સરખાવ્યો હતો અને ભાવિ યુવાનોમાં દેશને બદલવાની ખરી શક્તિ વિચારો હોવાનું જણાવ્યું હતું. સહઉપસ્થિત રહેલા સધર્ન ગુજરાત ચેમ્બર વાણિજ્ય અને ઉદ્યોગના પ્રમુખશ્રી રમેશભાઈ વઘાસિયાએ “ઈન્ડસ્ટ્રી રેડી” એજ્યુકેશન ઉદ્યોગજગત સાથેના તાલમેલના અનેક સરાહનીય મુદાઓનું સવિસ્તર વિવરણ કર્યું હતું. તદ્ ઉપરાંત રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા Artificial Intelligence and Data Sci, તેમજ AR VR Development જેવા આવનારા ભવિષ્ય ના Next Gen. કોર્ષ નું ભવ્ય લોન્ચ પણ રાખવામાં માં આવ્યું હતું.
આ ઉપરાંત આ સેમિનારમાં શિક્ષકોની સેવા, સંકલ્પના અને તેમના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પ્રેરણા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સેમિનારની સફળતા અને તેના પરિણામોની સકારાત્મક અસર સુરતના શિક્ષા જગતમાં લાંબા સમય સુધી જોવા મળશે તેવા ધોરણો અને સદીચ્છાઓના વિચારો પ્રસારિત કરાયા હતા.