શિક્ષક મહેન્દ્ર જગન્નાથ ખંગાર રાષ્ટ્રીય ઉત્કર્ષ શિક્ષક સન્માન ટ્રોફી અને પ્રમાણપત્ર તેમજ સામાજિક કાર્યકર્તા સન્માન 2024 થી સન્માનિત
ઝુપડપટ્ટી વિસ્તારમાં જઈ રોજ એક કલાક નિસ્વાર્થ ભાવે અક્ષર જ્ઞાન આપવાનું સેવાકાર્ય કામ કરે છે
સુરતઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત શાળા ક્રમાંક 226 ના શિક્ષક મહેન્દ્ર જગન્નાથ ખંગાર એમને શિક્ષણ ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ કાર્યો જેવા કે સ્કૂલોમાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો અભ્યાસમાં ઉપયોગ, ઇનોવેશન, ક્રિયાત્મક સંશોધન, દીવાલો પર કરેલી શૈક્ષણિક પેઇન્ટિંગ, તેમજ કઠપૂતળી દ્વારા અપાતુ શિક્ષણ જેવા અનેક કાર્યો તેમજ ભરારી ફાઉન્ડેશન મુસ્કાન સ્કૂલ સુરતના સંસ્થાપક નિતીન સેન્દાને અને દિપક પાટલ સર એમના ફાઉન્ડેશનની સાથે મળીને મુસ્કાન સ્કૂલ ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકો જે સ્કૂલોમાં જઈ શકતા નથી .તેમને નિયમિત તેમના ઝુપડપટ્ટી વિસ્તારમાં જઈ રોજ એક કલાક નિસ્વાર્થ ભાવે અક્ષર જ્ઞાન આપવાનું સેવાકાર્ય કામ કરે છે. સાથે સાથે બાળકોમાં સારા સંસ્કારો સિંચાએ તેની પણ કાળજી લે છે. તેમજ ત્યાર પછી ભરારી ફાઉન્ડેશન સંસ્થા તેવા બાળકોને સરકારી સ્કૂલમાં એડમિશન કરાવી આપે છે.
શિક્ષક ના એવા ભગીરથ કાર્યોને ધ્યાને રાખી શ્રી સતપાલજી રાઠોડ એમની યાદમાં 15 મી જુલાઈ 2024, ઉત્તર પ્રદેશ જીલ્લો બદાયુ ખાતે રાષ્ટ્રીય ઉત્કર્ષ શિક્ષક સન્માન ટ્રોફી અને પ્રમાણપત્ર તેમજ સામાજિક કાર્યકર્તા સન્માન 2024 એનાયત કરવી સન્માનિત કર્યા.
બદાયુ જન દૃષ્ટિ ( વ્યવસ્થા સુધાર મિશન ) ના પ્રેરણાપુંજ આદર્શ શિક્ષક સ્વ.સતપાલસિંહ રાઠોડ ની દશમી પુણ્યતિથિના પ્રસંગે આ સમારોહ નું આયોજન પ્રભાશંકર મેમોરિયલ સ્કાઉટ ભવન બદાયુ ખાતે પ્રખ્યાત શિક્ષાવિદ રામ પાંડે એમની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું સન્માન સમારોહના મુખ્ય અતિથિ નગર વિધાયક અને પૂર્વ મંત્રી મહેશ ચંદ્રગુપ્તા ઉપસ્થિત રહ્યા.
વિશિષ્ટ મહેમાન તરીકે પ્રસિદ્ધ લેખિકા ડો. મમતા નૌગરીયા ડો.ઉમા સિંગ , ઉપસ્થિત રહ્યા . આ કાર્યક્રમમાં ભારતના 26 રાજ્યોમાંથી 151 ઉત્કૃષ્ટ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા .તેમાંથી 51 મહાનુભવોને વિવિધ ક્ષેત્રે કરેલા ઉલ્લેખનીય કાર્ય માટે હિન્દી સેવી સન્માન , નારી શક્તિ સન્માન, પ્રકૃતિ પ્રહેરી સન્માન , સામાયિક કાર્યકર્તા સન્માન આપી સન્માનિત કરવામાં આવ્યા. મુખ્ય અતિથિ નગર વિધાયક અને પૂર્વ મંત્રી મહેશ ચંદ્ર ગુપ્તા ઉપસ્થિત રહ્યા. એમને કહ્યું કે ઉત્કૃષ્ટ શિક્ષકોનો સન્માનનું આયોજન એક સહાનીય કાર્ય છે. આ કાર્યક્રમ સાથે જુડેલા તમામ સંગઠનો અને પદાધિકારીઓ પ્રશંસાના પાત્ર છે .શ્રી સંતપાલસિંહ રાઠોડ એમની સ્મૃતિમાં રાષ્ટ્રીય ઉત્કૃષ્ટ શિક્ષક સન્માન 2024 પ્રાપ્ત કરનાર તમામ શિક્ષકોને અભિનંદના પાત્ર છે. આશા છે કે સન્માન પ્રાપ્ત કરતા તમામ શિક્ષકો ભારતને એક વિકસીત રાષ્ટ્ર બનાવવા માટે નિરંતર સાથે કાર્યરત રહેશે. શિક્ષક સાહિત્યકાર અને સામાજિક કાર્યકર્તા ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે સહાયક થશે. દેશને શિક્ષક શ્રી સંતપાલ રાઠોડ જેવા શિક્ષકની જરૂર છે.
કાર્યક્રમના આયોજક હરિપ્રસાદ સિંહ રાઠોડ એમને સંસ્થાના ઉદ્દેશો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા .તેમને કહ્યું કે તે સમાજમાં સર્વાધિક આદર અને સન્માનના પાત્ર શિક્ષકજ હોય છે. આપના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એ પણ એક શિક્ષક જ હતા. શિક્ષક રાષ્ટ્ર નિર્માતા હોય છે. ઉત્કૃષ્ટ શિક્ષકોને સન્માનિત કરવાથી નિશ્ચિત રૂપમાં યુવા શિક્ષકોને પ્રેરણા મળે છે. સારી નાગરિકોનું નિર્માણ કરવામાં અને ભારતને વિકસિત બનાવવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
આ કાર્યક્રમમાં જુદા – જુદા રાજ્યોમાંથી 150 જેટલા શિક્ષક મિત્રોએ ભાગ લીધો. એમાં ગુજરાતના સુરત જિલ્લા થી આવેલા શાળા ક્રમાંક 226 ના શિક્ષક મહેન્દ્ર જગન્નાથ ખંગાર એમને રાષ્ટ્રીય ઉત્કૃષ્ટ શિક્ષક સન્માન 2024 અને સામાજિક કાર્યકર્તા સન્માન 2024 એવા એક સાથે બે એવોર્ડ લઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતનુ ( ગુજરાત) નામ રોશન કર્યું છે.
શિક્ષક મહેન્દ્ર જગન્નાથ ખંગાર અગાઉ પણ શિક્ષણ સમિતિ આયોજિત વિશિષ્ટ શિક્ષક એવોર્ડ કાર્યક્રમ અંતર્ગત સન્માન પ્રમાણપત્ર, જીસીઆરટી ગાંધીનગર દ્વારા પ્રતિભાશાલી શિક્ષક પ્રમાણપત્ર, બેસ્ટ બી.એલ.ઓ એવોર્ડ (લિંબાયત વિધાનસભા ૧૬૩ ) ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અંતર્ગત સર્ટીફીકેટ ઓફ એક્સિલન્સ એવોર્ડ, સુરત જિલ્લા અને તાલીમ ભવન આયોજિત ઇનોવેશન 2022- 23 અંતર્ગત અને પપેટ દ્વારા શિક્ષણ માટે ટ્રોફી અને પ્રમાણપત્ર , પોતાની શાળામાં અભ્યાસ સાથે બાળકોને સહ અભ્યાસિક પ્રવૃત્તિ અને શ્રેષ્ઠ માર્ગદર્શન તેમજ વિદ્યાર્થીઓના ચારિત્ર ઘડતરમાં સારી કામગીરી ને ધાનેરા રાખતા શાળા તરફથી ટ્રોફી અને પ્રમાણપત્ર, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ધોરણ ૪ ભાષા ( કુહૂ ) મરાઠી માધ્યમમાં લેખન સંપાદન કાર્ય , તાલુકા કક્ષાએ એજ્યુકેશનલ ઇનોવેશન 2023 અંતર્ગત ટ્રોફી, ડો.રાધાકૃષ્ણન રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન પુરસ્કાર 2023 – 24 ઊંઝા ખાતે ( ગુજરાત ) , શ્રી દેવ સુમન રાષ્ટ્રીય પુરસ્કાર 2024- 25 ઉતરાખંડ જેવા અનેક પુરસ્કારથી સન્માનિત થયા છે .એમના આવા ઉમદા કાર્યોને ધ્યાને રાખી ઉત્તર પ્રદેશ બદાયુ ખાતે શ્રી સતપાલ રાઠોડ એમની સ્મૃતિમાં રાષ્ટ્રીય ઉત્કર્ષે શિક્ષક સન્માન 2024 અને સામાજિક કાર્યકર્તા સન્માન 2024 આપી સન્માનિત કરવામાં આવ્યા.