ગુજરાતસ્પોર્ટ્સ

તરન્નુમ પઠાણ ગુજરાત જાયન્ટ્સમાં પોતાની આદર્શ હેઠળ રમવા ઉત્સુક

અમદાવાદ, 10 ફેબ્રુઆરી, 2024: આકરી મહેનત અને ધીરજનું ફળ મળીને જ રહે છે. વડોદરાની તરન્નુમ પઠાણની જીવનયાત્રા માટે આ વાત સાચી ઠરે છે. લગભગ એક દાયકાથી વધુના સમય સુધી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપનારી વડોદરાની ઓફ બ્રેક બોલર હવે અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સનાં નેતૃત્ત્વ હેઠળ વધુ મોટા સ્તરે પ્રદર્શન કરવા તૈયાર છે.

30 વર્ષીય તરન્નુમે પોતાના પિતા અને કાકાને સફળતાનો શ્રેય આપતા કહ્યું કે,”આ બઘુ આકરી મહેનત અને જુસ્સાને કારણે થઈ શક્યું જે માટે મારા પિતા અને કાકાએ વર્ષો આપ્યા છે. પરિવારનું હંમેશા સમર્થન મને મળ્યું છે અને તેઓએ ક્યારેય મને સાથ આપવામાં પીછેહટ નથી કરી.”

તરન્નુમ અને તેનો પરિવારે હરાજીની પ્રક્રિયાને સતત નિહાળી રહ્યું હતું. આ અંગે તરન્નુમની માતા મુમતાઝ બાનુએ કહ્યું કે,”અમે વિચાર્યું કે તેની પસંદગી નહીં થાય. તે પછી તરન્નુમે ફોન કરી અમને જાણ કરી કે તેને ગુજરાત જાયન્ટ્સની ટીમમાં સ્થાન મળ્યું છે. આ સમયે તેના પિતા હોત તો ઘણાં ખુશ થયા હોત.”

તરન્નુમે કહ્યું કે,”ખરું કહું તો મે આશા ગુમાવી દીધી હતી. હું વિચારવા લાગી કે નહીં તક મળે. આ સમયે જ મિત્રોએ મને મેસેજ કર્યા હતા. જોકે મને વિશ્વાસ નહોતો થયો. મે મારા ભાઈ સાથે વાત કરી અને તેણે આ સમાચાર સાચા હોવાની વાત કરી હતી. મારી માટે સૌથી મોટી ખુશીની વાત એ છે કે- હું ગુજરાત જાયન્ટ્સની ટીમ માટે રમવાની છું.”

કઈ બાબતની સૌથી વધુ રાહ જોઈ રહી છે, તે અંગેનાં સવાલ પર તરન્નુમે કહ્યું કે,”હું નૂશીન અલ ખદીર સાથે મળી બોલિંગ પર કામ કરવા ઉત્સુક છું. તે પણ મારી જેમ ઓફ સ્પિનર રહી છે, જોકે- મને ક્યારેય તેમની સાથે કામ કરવાની તક મળી નથી.”

ગુજરાત જાયન્ટ્સની મેન્ટર અને સલાહકાર ગુજરાત જાયન્ટ્સ પાસેથી શીખવા મુદ્દે તરન્નુમે કહ્યું કે,”હું મિતાલી રાજ અને નૂશીન અલ ખદીર સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવા માટે ઉત્સુક છું. હું બંને પાસેથી ઘણું બધુ શીખી શકું છું.”

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button