સુરત : સ્ત્રી રોગ નિષ્ણાંતો ની સંસ્થા SOGS અને ISAR દ્વારા શનલ કોન્ફેરેન્સ નું આયોજન કરાયું
સુરતના સ્ત્રી રોગ નિષ્ણાંતો ની સંસ્થા SOGS (સુરત ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિકલ સોસાયટી) તેમજ ISAR (ઇન્ડિયન સોસાયટી ઑફ આસિસ્ટેડ રિપ્રોડક્શન) ના ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે તારીખ ૯ અને ૧૦ એપ્રિલ ૨૦૨૨ ના રોજ નેશનલ કોન્ફેરેન્સ નું આયોજન કરવામાં આવ્યું છે.
નિ:સંતાન પણું કેટલાક દંપતી ને માનસિક રીતે અંદર થી ખાઈ જતું હોય છે અને આવા લોકો ખુલીને બહાર કોઈને પોતાની વેદના કહી શકતા નથી ત્યારે હવે નિ:સંતાન દંપતીને બાળક માટે ની સારવાર બહુ મોંઘી થઇ છે ત્યારે સુરતમાં ખાનગી તબીબો દ્રારા તેમની ચિંતા વ્યક્ત કરવામાં આવી સાથે સરકાર પાસે આવા કેસમાં યોગ્ય કરી ને કાયદાકીય રીતે મદદ કરે તે માટે સુરત શહેરમાં વીઆર મોલ ડુમસ રોડ પાસે ધ એમોર હોટેલમાં સુરત ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિકલ સોસાયટી તેમજ ઇન્ડિયન સોસાયટી ઑફ આસિસ્ટેડ રિપ્રોડક્શન ના ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે નેશનલ કોન્ફેરેન્સ નું આયોજન કરવામાં આવ્યું છે.
SOGS ના પ્રેસિડેન્ટ ડૉ. જાગૃતિ દેસાઈ, સેક્રેટરી ડૉ. કાજલ માંગુકિયા અને ટ્રેઝરર ડૉ. દિપ્તી પટેલ તેમજ ISAR, ગુજરાત ચેપ્ટર ના પ્રમુખ ડૉ. નિમિશ શેલત, સેક્રેટરી ડૉ. ધર્મેશ કાપડિયા, મેનેજીંગ કમિટી મેમ્બેર ડૉ. સેજલ નાયક અને ટ્રેઝરર ડૉ. શીતલ પંજાબી ના જણાવ્યા મુજબ ગુજરાત તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી ૩૦૦ થી પણ વધારે નિષ્ણાંત ડોકટરો ભાગ લીધો હતો.
સરકાર પાસે નિ:સંતાન પણું હોઈ અથવા ખોટ ખાપણ વાળા બાળક જન્મે તેમાં થતો ખર્ચ માટે સરકાર મદદ કરે નહિ તો આવનારો સમય આવા લોકો માટે બહુ પીડા દાયક હશે ત્યારે ગુજરાતભરના તબીબો એક સુરે સરકાર પાસે યોગ્ય મદદ કરશે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું સરકાર આ અંગે શુ કોઈ મદદ કરશે કે કેમ એ પણ એક પ્રશ્નાર્થ છે પણ હકીકત એ છે નિ:સંતાન પણા ની સારવાર આજની મોંઘવારી માં ગરીબ કે સામાન્ય માણસ કરી શકશે નહીં તે વાત ચોક્કસ છે.