ગુજરાતસુરત

સુરત: બે કિ.મીટર સુધી ભવ્ય તિરંગા પદ યાત્રાનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા પદ યાત્રા માં જોડાશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને 'હર ઘર તિરંગા' અભિયાન આયોજન અંગે બેઠક યોજાઇ

સુરત: ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે સમગ્ર સુરત શહેર-જિલ્લામાં આગામી તા.૧૦મી થી ૧૩મી ઓગષ્ટ-૨૦૨૪ દરમિયાન “હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આઈ.સી.સી. ખાતે આયોજીત બેઠકમાં સુરત શહેર ખાતે આગામી તાઃ૧૧મી ઓગષ્ટના રોજ ભવ્ય હર ઘર તિરંગા અભિયાન હેઠળ સાંજના સમયે શહેરના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિ.મીટર સુધી ભવ્ય તિરંગા પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાય તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જરૂરી સુચનો કર્યા હતા.

હર ઘર તિરંગા” અભિયાન વર્ષ -૨૦૨૨થી શરૂ કરવામાં આવ્યું હતું

દેશના નાગરિકોને તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી “હર ઘર તિરંગા” અભિયાન વર્ષ -૨૦૨૨થી શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો હેતુ લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને રાષ્ટ્રનિર્માણ માટે યોગદાન આપનારા દેશભક્ત વીર શહીદોની સ્મૃતિ તાજી કરી રાષ્ટ્રભાવનાની જ્યોત લોકોના દિલમાં પ્રગટાવવાનો રહેલો છે.

સમગ્ર સુરત શહેર-જિલ્લામાં આગામી તા.૧૦મી થી ૧૩મી ઓગષ્ટ-૨૦૨૪ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી થવા જઈ રહી છે. લોકો પોતાના ઘર, સંસ્થા, દુકાનો પર કે અન્ય ઈમારતો પર તિરંગો લહેરાવી આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સામેલ થાય તેવી સરકારશ્રી દ્વારા સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં ઠેર ઠેર આ પર્વ માનભેર ઉજવવાની અપીલ મંત્રીએ કરી હતી.

નગરમાં તિરંગા શોભાયાત્રા રેલી સ્વરૂપે યોજાશે

સૂરત શહેર-જિલ્લામાં “હર ઘર તિરંગા” ઉત્સવને વધાવવા માટે બોર્ડર વિલેજ સહિત મહાનગર પાલિકા કક્ષાએ, જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતો, જિલ્લા સહકારી મંડળીઓ અને સસ્તા અનાજની દુકાનો, જિલ્લાની આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, કોલેજના વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગ લે તે પણ ખૂબ જરૂરી છે. સાથોસાથ શહેરી કક્ષાએ નગર પાલિકાનાં સંકલનમાં રહીને નગરમાં તિરંગા શોભાયાત્રા રેલી સ્વરૂપે યોજાશે. શહેર અને જિલ્લાની શાળાઓમાં “આન બાન શાન ઓફ તિરંગા”ની થીમ હેઠળ સ્પેશિયલ તિરંગા માર્ચ-રેલી, પ્રભાતફેરીનું પણ વિવિધ તબક્કે આયોજન કરવામાં આવશે.

આ બેઠકમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા, સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો સંદીપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, અરવિંદભાઈ રાણા, કાંતિભાઈ બલર, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, મનપા કમિશનર શાલિની અગ્રવાલ,પ્રાંત અધિકારીઓ, મનપાના અધિકારીઓ સહિત જિલ્લા વહીવટી વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button