સુરત: જરૂરિયાતમંદ પરિવારો અને 300 થી વધુ પૂજારીઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું
ગોપીપુરા મહાવીર અન્નક્ષેત્ર ખાતે જૈનોના 24માં તીર્થંકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક (જન્મદિન) પૂર્વે ના પાવન અવસર નજીક ના દિવસો માં આવી રહ્યો હોય ત્યારે સુરત શહેરમાં વસતા નિરાધાર એવા 400થી વધારે પરિવાર તેમજ સમગ્ર સુરતના શિખરબંધી જિનાલયના લગભગ 300 થી વધારે પૂજારીઓને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી સંસ્થા દ્વારા દર મહિને 800થી નિરાધાર પરિવાર તેમજ 300 થી વધારે પૂજારીઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે. આ કીટમાં ઘઉં, ચોખા, બાજરી, તુવેરની દાળ, મગ ,ખાંડ ચા ,ગોળ ,હળદર, મીઠું, મરચું, તેલ વગેરે સામગ્રીનો સમાવેશ કરવામાં આવે છે આ સમગ્ર કાર્યનું આયોજન શ્રી સહસ્રફણા પાશ્વૅનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ (શ્રી મહાવીર નગરી) સુરત દ્વારા કરવામાં આવેલ હતો
જેમાં ..નિશ્રા દાતા: યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજના શિષ્યરત્ન આચાર્ય શ્રી જીનસુંદર સુરીશ્વરજી , આચાર્ય શ્રી હંસ કીર્તિ સૂરીશ્વરજી , આચાર્ય શ્રી ભવ્ય કીર્તિ સૂરીશ્વરજી તેમજ અન્ય ગુરુ ભગવંતોની પ્રેરક ઉપસ્થિતિ પ્રાપ્તિ થઈ હતી.