એજ્યુકેશન

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત” અને “સનરાઇજ શિક્ષણ સંસ્થાનના ”સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્ય શિક્ષણનો સમર કેમ્પ

કોરોના સમયગાળા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓનો પ્રાથમિક શિક્ષણનો પાયો કાચો રહી ગયો છે, તેથી આવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો / વિદ્યાર્થીઓ માટે ” જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય સુરત” અને “સનરાઇજ શિક્ષણ સંસ્થાનના” સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્ય શિક્ષણનો સમર કેમ્પ અંતિમ બે મહિનાથી “સનરાઇજ શિક્ષણ સંસ્થાન” ઉધના ખાતે ચલાવામાં આવી રહ્યો છે.

આ સમર કેમ્પમાં બાળકોને ગુજરાતી-મરાઠી બારાખડી, શુદ્ધલેખન, ઘડિયા, જોડણી, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી અંક વગેરે જેવું શિક્ષણની સાથે લખતા – વાંચતા આવડવું જોઈએ આ ઉદ્દેશથી બાળકોને સાક્ષીબેન નિવલકર,દિપીકાબેન શર્મા, પાયલબેન ગુલ્હાને , કૌશલભાઈ બાગડે, પ્રદિપભાઈ શિરસાઠ, વગેરે જેવા ઉત્કૃષ્ટ ટ્રેનરો અને શિક્ષકો દ્વારા પ્રોજેક્ટરનો ઉપયોગ કરી , રમત – ગમત દ્વારા તેમજ વિભિન્ન સ્પર્ધાઓં દ્વારા, લેખીત તથા મૌખિક પ્રેક્ટીકલ સ્વરૂપે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે,

આ શિવાય વિદ્યાર્થીઓંના સર્વાંગી વિકાસ માટે સામાજિક ,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે- સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ,સુરતના પેનલ વકીલશ્રી ભારતીબેન મુખર્જી, રિલેશભાઈ લિંબાચીયા અને પ્રદિપ શિરસાઠ દ્વારા કાનૂની જાગૃતિ શિબિર અંતર્ગત શિક્ષણનો અધિકાર અધિનિયમ – 2005, આપના હક્કો અને ફરજો,વ્હાલી દિકરી યોજના, સુકન્યા યોજના, અભયમ, એન્ટી ડ્રગ્સ,મોબાઇલનો સદઉપયોગ અને દુરુપયોગ , બાળ સુધાર ગૃહ , સાઇબર ક્રાઇમ વગેરે જેવા વિષયો સરકારશ્રીની વિભિન્ન શૈક્ષણિક યોજનાઓની માહિતીનું માર્ગદર્શન સમર કેમ્પમાં સહભાગી વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button