ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ રોલબોલ ચેમ્પિયનશિપમાં ઝળક્યા
અંડર-11 પુરુષ અને મહિલા ટીમ વિજેતા બની હતી
સુરત : ગુજરાત રોલબોલ રાજ્યકક્ષા સ્પર્ધા ૨૦૨૪-૨૫; તારીખ ૧૧ ઓગસ્ટ ૨૦૨૪ને રવિવારનાં રોજ ગજેરા ગ્લોબલ સ્કૂલ, પાલ-અડાજણ ખાતે ગુજરાત રોલબોલ એસોસિએશન દ્વારા યોજવામાં આવેલ હતી. આ રમત સામાન્ય રીતે સ્કેટિંગ એક્ટિવિટી પર આધારિત હોય છે. આ રોલબોલ ચેમ્પિયનશિપમાં બે(૨) વયજૂથની કેટેગરીઓ અનુક્રમે અંદર-૧૧ ભાઈઓ-બેહનો અને અંદર- ૧૪ ભાઈઓ-બેહનોની હતી, આ ચેમ્પિયનશિપમાં દરેક વયજૂથમાં કુલ ૦૮ ટીમોએ એટલે કે ૩૫૦ થી પણ વધારે સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો.
ઉગત-કેનાલ રોડ પર તેમજ ભેસાણ રોડ પાસે, જહાંગીરાબાદ, સુરત સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં અંદર-૧૧ ભાઈઓની ટીમે ખૂબ આકર્ષક પ્રદર્શન કરી વિજેતા બન્યા હતાં તેમજ અંદર-૧૪ ભાઈઓ અને બહેનોની ટીમે પણ સરસ પ્રદર્શન કરી ઉપવિજેતાનું પદ હાંસલ કર્યું હતું.
ગુજરાત રોલબોલ રાજ્યકક્ષા સ્પર્ધા ૨૦૨૪-૨૫ માં સિદ્ધિ પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું હતું. આ સિદ્ધિ નો તમામ શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, શાળાનાં કેમ્પસ ડાયરેકટર, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર તથા શાળાનાં રોલબોલ કોચ પરેશ કોઠારીને જાય છે; જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થીમિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી કે તેઓ આવી જ રીતે આગળ વધતા રહે અને શાળાનું નામ રોશન કરતાં રહે.