સુરતઃ ગુજરાત રાજ્ય રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૪, તારીખ ૧૬ થી ૧૮ નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન એસ.એન.બી સ્કેટિંગ રિંક, જહાંગીરપુરા ખાતે જી.એસ.આર.એસ.એ દ્વારા યોજવામાં આવેલ હતી.
આ સ્પર્ધા અનુક્રમે ઈનલાઈન અને ક્વૉર્ડ એમ બે કેટેગરીઓમાં યોજવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ જેવા શહેરોમાંથી કુલ ૬૦૦ થી ૬૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.
જેમાંથી ઉગત-કેનાલ રોડ, જહાંગીરાબાદ, સુરત સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સી.બી.એસ.ઈ બોર્ડનાં ધોરણ- ૮ માં અભ્યાસ કરતાં જનિત ઋતુ દેવિંદ જોષીએ ૧૧ થી ૧૪નાં વયજૂથની કવૉડ કેટેગરીમાં ભાગ લીધેલ હતો.
આ સ્પર્ધાનાં પરિણામ રૂપે જનિત ઋતુ દેવિંદ જોષીએ ૫૦૦મી. અને ૧૫૦૦મી. રોડ રેસમાં રજત પદક, ૧૦૦૦મી. રિંક રેસમાં સુવર્ણ પદક તેમજ કુલ ૧૧ પોઈન્ટ્સ પ્રાપ્ત કરી અને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી શાળાનું નામ રોશન કર્યું હતું.
આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેકટર, આચાર્યશ્રી, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અને શાળાનાં સ્કેટિંગ કોચ પરેશ કોઠારીને જાય છે; જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થીને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી કે તેઓ આવી જ રીતે આગળ વધતા રહે અને શાળાનું નામ રોશન કરતાં રહે.