સુરતઃ શત્રુંજય શણગાર શ્રી આદિનાથ દાદાની કૃપાથી અને પરમ પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી અને આશીર્વાદથી , કેટલાક નવયુવાનોએ શાસન સેવાના ઉદ્દેશથી ચાલુ કરેલું “શ્રી આદિનાથ યુવા ગ્રુપ”, હેલ્થ કેર ક્ષેત્રે છેલ્લા 12 વર્ષ થી કાર્યરત છે આજે “શ્રી આદિનાથ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ” રૂપે એક વટવૃક્ષ બની ગયું છે.
30 વર્ષના સમયગાળા દરમિયાન આદિનાથ યુવા ગ્રુપ દ્વારા શાસન સેવા, સમાજ સેવા, આરોગ્ય, શૈક્ષણિક, ધાર્મિક જેવા અનેક ક્ષેત્રોમાં નિ:સ્વાર્થ ભાવે અનેકવિધ કાર્યો કરવામાં આવ્યાં છે. એક વિચાર રૂપે ચાલુ થયેલું નાનું કાર્ય આજે એક જનભાગીદારીના વિરાટ યજ્ઞ રૂપે આગળ વધી રહ્યું છે.
હાલમાં ફીઝીઓથેરાપી સેન્ટર, ડે-કેર કલીનીક, પેથોલોજી લેબોરેટરી, એક્સ-રે અને સોનોગ્રાફી, મોબાઈલ ક્લિનીક,
કાર્ડિયાક એમ્બ્યુલન્સ અને સુરત શહેરમાં 2 મેડીકલ સ્ટોર્સ અને 5 બ્લડ કલેક્શન સેન્ટર કાર્યરત છે અને શહેરના અનેક લોકો આ સુવિધાઓનો લાભ મેળવી રહ્યાં છે. આ તમામ સુવિધાઓ પૂજ્ય સાધુ- સાધ્વી ભગવંતોને વિના મૂલ્યે ત્વરિત આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે.
આજની આ ક્ષણ આદિનાથ હેલ્થકેર સેવાની સફરનું એક ખૂબ મહત્ત્વનું સોપાન સમાન બન્યું છે. શ્રી મહાવિદેહધામ ટ્રસ્ટ દ્વારા નિર્મિત મહાવીદેહ ધામ અને તેમના સાથ અને સહકારથી શરુ કરેલું આદિનાથ હેલ્થકેર વૈયાવચ્ચ કેન્દ્ર તમામ સાધુ-સાધ્વી ભગવંતોની સેવા માટે એક ખૂબ મહત્ત્વનું સેવાનું શિખર બની રહેશે.
વેસુ ખાતે દીક્ષા દાનેશ્વરી સંયમતીર્થ શ્રી મહાવિદેહ ધામ અંતર્ગત શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા તથા ગુરુગુણ સમાધિ મંદિરની પ્રતિષ્ઠા ઉપલક્ષમાં ચાલી રહેલ કાર્યક્રમ અંતર્ગત રવીવારે 18/02/2024 પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો તમામ સારવાર એકજ જગીયાએ મળી રહે એ હતું સર શ્રી આદિનાથ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક આદિનાથ હેલ્થકેર ની શરૂઆત કરવામાં આવી છે.
આ સેન્ટરનાં ઉદઘાટન પ્રસંગે પૂજ્ય આચાર્ય ભગવંતો ઉપસ્થિત રહ્યાં હતા. પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો માટે તમામ સારવાર આદિનાથ હેલ્થકેર દ્વારા ની:શુલ્ક કરવામાં આવે છે . આ ઉપરાંત સુરત ની જાહેર જનતા માટે પણ અત્યંત રાહત દરે ગુણવત્તા સભર આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડશે.
અહીં અનેક સુવિધાઓ ખૂબ રાહત દરે કરવામાં આવશે. જેનો જાહેર જનતાને લાભ લેવા જાહેર નિમંત્રણ છે. સાથે સંસ્થા દ્વારા અહીં મેડિકલ સ્ટોર પણ શરુ કરવામાં આવશે જેની સમગ્ર જનતાએ નોંધ લેવી.