એજ્યુકેશન

સેંટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલ, અડાજણ, સુરતમાં ૨૭મી સ્થાપના દિનની ભવ્ય ઉજવણી

સુરતઃ સેન્ટ માર્કસ હાયર સેકન્ડરી સ્કૂલમાં ૨૭મી સ્થાપના દિનની હર્ષભેર ઊજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના શિક્ષકો દ્વારા ટ્રસ્ટી શ્રી બી.વી.એસ રાવ સર તથા શ્રીમતી સુશીલા રાવ મેડમનું પુષ્પગુચ્છ તેમજ શાલ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાજર મહાનુભવોએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.

આ ઉપરાંત શાળાનાં આચાર્યશ્રી તેમજ એકેડેમીક એડમીનીસ્ટ્રેટશ્રી દ્વારા વિતેલા ૨૬વર્ષની પ્રગતિનો ચિતાર આપ્યો. ત્યારબાદ ધો-૫ ની વિધાર્થીની દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શિક્ષકગણ તથા ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં શાળાનો દસ વર્ષથી સેવા આપનાર એવા શિક્ષકશ્રીઓ અને કર્મચારીઓનું શિક અને શાલ અર્પણ કરી,પુષ્પગુચ્છ આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું.

શ્રી બી.વી.એસ રાવ સર તેમજ સુશીલા મેડમ તથા શાળાના આચાર્યશ્રી આવનાર વર્ષોમાં શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આર્શીવચનો આપવામાં આવ્યા. ટેમજ શાળામાં સેવા આપનાર શિક્ષકો દ્વારા શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકાના પાઠવી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button