નેશનલ

ઓનલાઈન ગેમિંગ માટે 4 બેંકો પાસેથી લીધી લોન, 52 લાખ ગુમાવ્યા, હવે કિડની વેચવા મજબૂર

નોકરી ગુમાવવી પડી અને દીકરી-પત્નીએ પણ ઘર છોડી દીધું

આજકાલ લોકોમાં ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે, ઓનલાઈન ગેમ્સના વ્યસનના કારણે યુવાનો કલાકો સુધી ઓનલાઈન ગેમ રમવામાં વ્યસ્ત રહે છે, ઘણી વખત ઓનલાઈન ગેમિંગમાં હારી જવાને કારણે તેઓને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

ઓનલાઈન ગેમિંગ રમવા વાલાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યા છે. એક વ્યક્તિને ઓનલાઈન રમી ગેમિંગની એટલી લત લાગી ગઈ કે તેનું જીવન હવે અઘરું બની ગયું છે. આ વ્યક્તિએ પોતાની જિંદગીની મૂડી તો ગુમાવી દીધી પરંતુ હવે તે પોતાની કિડની વેચવા મજબૂર છે.તેના પર 52 લાખનું દેવું છે. નોકરી ગુમાવવી પડી અને દીકરી-પત્નીએ પણ ઘર છોડી દીધું.

36 વર્ષનો આ વ્યક્તિ ગુરુવારે નોઈડાના સેક્ટર-3માં આવેલી ગેમિંગ કંપનીની ઓફિસમાં આત્મહત્યા કરવા પહોંચ્યો હતો. નૈનીતાલના હલ્દવાનીના રહેવાસી હરીશે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક ટ્વીટમાં કહ્યું કે જો સરકાર ઓનલાઈન ફ્રોડ ગેમિંગ બંધ નહીં કરે તો તેણે આત્મહત્યા કરવી પડશે અથવા તેની કિડની વેચવી પડશે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ લખ્યું હતું કે તે કંપનીમાં જ આત્મહત્યા કરશે – તે એક કોમર્સ કંપનીમાં કામ કરતો હતો.

હરીશ ઘણા સમયથી દિલ્હીના ઓખલાના પ્રહલાદપુર વિસ્તારમાં રહે છે. તે દિલ્હીમાં જ એક ઈ-કોમર્સ કંપનીમાં કામ કરતો હતો. પરંતુ ત્રણ વર્ષ પહેલા ઓનલાઈન ગેમિંગના ક્રેઝે તેની પાસેથી બધું છીનવી લીધું હતું. રમતનો નિયમ છે કે જે પણ રકમ દાવ પર હશે, વિજેતાને 90 ટકા અને કંપનીને 10 ટકા મળે છે. હરીશ મહત્તમ રકમ જીતવા માંગતો હતો પરંતુ તે એકપણ મેચ જીતી શક્યો ન હતો. તેણે વિચાર્યું કે એક જ ઝટકામાં તે અમીર બની જવું જોઈએ. જેથી તેણે 4 અલગ-અલગ બેંકોમાંથી 22 લાખ રૂપિયાની લોન લીધી હતી. પરંતુ તેણે આખી રકમ ગુમાવી દીધી.

તે પહેલા જ 30 લાખ રૂપિયા ડૂબી ગયા હતા. 22 લાખની રકમ ડૂબ્યા બાદ તેને 52 લાખની લોન મળી હતી. આ દરમિયાન તેણે નોકરી પણ ગુમાવી દીધી હતી અને EMI ના ચૂકવવાના કારણે દોઢ વર્ષથી બેંકમાંથી રિકવરીની નોટિસ આવી રહી છે.હરીશના લગ્ન લગભગ 5 વર્ષ પહેલા થયા હતા. તેઓ બે પુત્રીના પિતા પણ છે. તેની પત્ની તેને આ વ્યસન છોડવા કહેતી રહી. પણ તેનો લોભ એટલો વધી ગયો કે તેણે કોઈનું સાંભળ્યું નહિ. બાળકો અને પત્નીએ પણ તેને છોડી દીધો હતો. તેમના પરિવારના સભ્યો ઉત્તરાખંડમાં રહે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button