ગુજરાતસુરત

સ્માર્ટ મીટર એ જનતા ને લૂંટવાનું સ્માર્ટ આયોજન છે : પાયલ સાકરીયા

જો સ્માર્ટ કરવું જ હોય તો પહેલા સિસ્ટમ ને સ્માર્ટ કરવામાં આવે : જીતેન્દ્ર કાછડીયા

સુરત મહાનગરપાલિકા ના વિપક્ષ નેતા પાયલ સાકરીયા, કોર્પોરેટરો જીતેન્દ્રભાઈ કાછડીયા અને શોભનાબેન કેવડિયા એ પુણાગામ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં સ્માર્ટ મીટર ની વિરુદ્ધ માં મિટિંગોનો દોર ચાલુ કરી દીધો છે. જેમાં છેલ્લા 3-4 દિવસમાં ભૂમિપાર્ક સોસાયટી,રાજલક્ષ્મી સોસાયટી,હરેકૃષ્ણ સોસાયટી,સકર્તા સોસાયટી,અમીપાર્ક સોસાયટી,રાણુંજાધામ સોસાયટી, ગૌતમપાર્ક સોસાયટી,રાધાસ્વામી સોસાયટી, સરદાર કોમ્પલેક્ષ, લક્ષ્મીપાર્ક સોસાયટી,રાધાસ્વામી એપાર્ટમેન્ટ,માતૃશક્તિ સોસાયટી માં મિટિંગો કરી ચુક્યા છે. દરરોજ પુણા વિસ્તારની અલગ અલગ સોસાયટીઓ માં સ્માર્ટ મીટર મુદ્દે મિટિંગો કરીને સ્માર્ટ મીટરની વિરુદ્ધમાં સોસાયટીઓના લેટરપેડ ઉઘરાવવા માં આવી રહ્યા છે અને લડાઈ માં સમર્થન મેળવવામાં આવી રહ્યું છે.

વિપક્ષ નેતા પાયલ સાકરીયા એ જણાવ્યું કે, સ્માર્ટ મીટર એ જનતા ને લૂંટવાનું સ્માર્ટ આયોજન છે.સ્માર્ટ મીટરના ફાયદા માં એકજ ફાયદો જણાવવા માં આવી રહ્યો છે જે છે વીજ ચોરી રોકી શકાશે તો શું સમગ્ર જનતા ને આ સરકાર ચોર સમજી રહી છે? જે વીજચોરી કરે છે એને પકડો ને શા માટે આખા રાજ્ય ની પ્રજા ને સજા આપો છો.? તેવો વેધક પ્રશ્ન પાયલ સાકરીયા એ તંત્ર ને પૂછ્યો હતો.

કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડીયા એ જણાવ્યું હતું કે, લોકો નો ઠેરઠેર વિરોધ અને વધારે બિલો આવવાની ફરિયાદો હોવા છતાં શા માટે આ મીટરો લગાવવામાં આવી રહ્યા છે? જો સ્માર્ટ કરવું જ હોઈ તો પહેલા સિસ્ટમ ને સ્માર્ટ કરવામાં આવે થોડોક પવન કે થોડોક વરસાદ પણ આવે ત્યાં પાવર કટ થઈ જાય છે.પાવર કટ થયા પછી ટોલ ફ્રી નંબરો માં કોલ ઉપાડવા માં આવતા નથી.ગામડાઓ માં ખેડૂતોને અડધી રાતે પાવર મળે ત્યારે પાણી પાવા જવું પડે છે તો ત્યાં સિસ્ટમ ને સ્માર્ટ કરો.

શોભનાબેન કેવડિયાએ જણાવ્યું હતું કે, જનતાને લૂંટવાનું ભાજપ સરકાર જે ષડયંત્ર કરીને સ્માર્ટ મીટર લગાવી રહી છે તેની વિરુદ્ધ માં અમે ગુજરાત ની જનતા ની સાથે છીએ અને સ્માર્ટ મીટર ની વિરુદ્ધમાં મજબૂતી થી લડત આપીશું. અમે જે જે સોસાયટીઓમાં જઈએ છીએ ત્યાં લોકોમાં સ્માર્ટ મીટર સામે ખૂબ જ રોષ છે અને લોકો આ સ્માર્ટ મીટર નહિ લગાવવા દેવા માટે મક્કમ છે.

અત્રે નોંધનીય છે કે ગુરુવારે આમ આદમી પાર્ટી એ ગુજરાત ની જનતા ના હિત માં દરેક જિલ્લામાં સ્માર્ટ મીટર રદ કરવા અને 300 યુનિટ વીજળી ફ્રી આપવા માટે આવેદન પત્ર આપી રજુઆત કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button