ધર્મ દર્શન
શ્રી વીરશાસન ગ્રુપ, સુરત પાઘડી મંડળના સથવારે પ્રાચીન કૃતિઓ ને જીવંત કરવાના પ્રણ
ગોપીપુરા મહાતીર્થ, સુરતમાં આવેલ શ્રી મહાવીર સ્વામી ભગવાનના પ્રાચીન જિનાલયે ૪૨૨મી સાલગીરી મહોત્સવ

સુરતમાં સહુ પ્રથમ ભાઈઓના મંડળ દ્વારા પ્રાચીન શ્રુત જ્ઞાનને ઉજાગર કરવા શ્રુતભક્તિ દ્વારા તીર્થભક્તિમાં પ્રાણ પૂરવા અનેકવિધ રાગ-આલાપ-તરાનાથી અલંકૃત પંડિત શ્રી વીર વિજયજી મહારાજા રચિત શ્રી પાર્શ્વ પંચ કલ્યાણક પૂજા ભણાવવામાં આવી.
ગોપીપુરા મહાતીર્થ, સુરતમાં આવેલ શ્રી મહાવીર સ્વામી ભગવાનના પ્રાચીન જિનાલયે ૪૨૨મી સાલગીરી મહોત્સવમાં શ્રી પાશ્વ પંચ કલ્યાણક પૂજા, શ્રી વીરશાસન ગ્રુપ, સુરત પાઘડી મંડળ ના સથવારે પ્રાચીન કૃતિઓ ને જીવંત કરવાના પ્રણ સાથે પ્રાચીન શૈલી અને શાસ્ત્રીય સંગીતના સ્વર – તાલ સાથે ખૂબ જ ભાવ સભરભણાવામાં આવી પારંપરિક વેશભૂષા ધારણ કરી મોટી સંખ્યામાં ભાઈઓ જોડાયા હતા.
સુશ્રાવક નિકેશભાઈ સંઘવી તથા તેમના સુપુત્ર પ્રિયાંકભાઈ સંઘવીના માર્ગદર્શનથી આ વીરશાસન ગ્રુપ, સુરત દ્વારા પાઘડી મંડળ ની સ્થાપના પણ કરવામાં આવી છે.