ચંદ્રયાન-3નું સફળ પ્રક્ષેપણ શ્રી સ્વામિનારાયણ એચ.વી. વિદ્યાલયના વિદ્યાર્થીઓને લાઈવ બતાવવામાં આવ્યું

ચંદ્રયાન-૩ નું સફળતા પૂર્વક લોન્ચિગ થયું છે ત્યારે સુરતમાં પણ વિદ્યાર્થીઓ આ કીર્તિમાન પળને લાઈવ નિહાળી શકે તે શ્રી સ્વામિનારાયણ એચ.વી. વિદ્યાલયમાં તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી એટલું જ નહિ લાઇવ ટેલિકાસ્ટની લિંક તમામ વાલીઓને પણ મોકલવામાં આવી હતી
અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચ.વી. વિદ્યાલય જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારો થકી શિક્ષણજગતમાં હંમેશ કેન્દ્રસમાન બની રહે છે.અવનવી પ્રવૃત્તિઓ, ઇનોવેટીવ પધ્ધતિઓ દ્વારા શાળા બાળકોને કંઇ ને કંઇ નવું આપવાનો પ્રયત્ન કરતી રહે છે. સાંપ્રત પ્રવાહોથી પણ વિદ્યાર્થીઓ, શિક્ષણગણ, વાલીગણને માહિતગાર થાય એ પ્રયત્ન પણ શાળા દ્વારા થાય છે. આજે ચંદ્રયાન-૩નું સફળ લોન્ચિગ થયું છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ અતિહાસિક ક્ષણને લાઈવ બતાવવામાં આવ્યું હતું.
શાળામાં ચંદ્રયાન ૩ વિષે તમામ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ એચ.વી. વિદ્યાલયના બાળકો સમગ્ર ઘટનાના સાક્ષી બને એ હેતુથી શાળામાં જ વિદ્યાર્થીઓને લાઇવ ટેલિકાસ્ટ બતાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી એટલું જ નહિ લાઇવ ટેલિકાસ્ટની લિંક તમામ વાલીઓને પણ મોકલી હતી કે જેથી તેઓ પણ ચંદ્રયાન-૩ લોન્ચિંગના સાક્ષી બને. તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલી ગણ, સંસ્થાના સંચાલક દિનેશભાઇ ગોંડલિયા દ્વારા ચંદ્રયાન-૩ ની સફળતા માટે શુભેચ્છા તેમજ અભિનંદન પાઠવેલ છે.