ધર્મ દર્શન

શ્રી રામ જાનકી પરિવાર દ્વારા વિશાળ ભજન સંધ્યાનું આયોજન

અગ્રસેન ભવનના પંચવટી હોલમાં 27 એપ્રિલના રોજ 14 માં વાર્ષિક કાર્યક્રમનું આયોજન

સુરત શહેરના અગ્રસેન ભવનમાં 27 એપ્રિલના રોજ 14 માં વાર્ષિક ઉત્સવ દરમિયાન શ્રી રામ જાનકી પરિવાર દ્વારા વિશાળ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂજ્ય અનુપજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિશાળ ભજન સંધ્યામાં કોલકતા થી શુભમ, રૂપમ સુરતથી મુકેશ દધીચ,તેમજ અમદાવાદથી નંદકિશોરજી શાસ્ત્રી સુંદરકાંડ નું પાઠ વાંચવા ઉપસ્થિત રહેશે.

શ્રી રામ જાનકી પરિવાર સુરત તરફથી 27 એપ્રિલે મહેંદીપુર બાલાજીનો કાર્યક્રમ યોજાશે. અમદાવાદથી નંદકિશોરજી શાસ્ત્રી સુંદરકાંડ પાઠ વાંચવા માટે આવશે. મેહદી પુર બાલાજી નું ભજન સંધ્યામાં સ્થાનિક ગાયક મુકેશ દધીચ હશે. કોલકતાથી શુભમ, રૂપમ પણ હાજર શ્રોતાઓને ડોલાવશે . ત્યારબાદ છપ્પનભોગ, મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં કોઈપણ સમાજના લોકો લાભ લઇ શકશે. ગુરુ મહારાજ અનુપજી શર્મા ખાસ ઉપસ્થિત રહેશે. અનુપજી મહારાજ અગ્રસેન ભવનમાં 27 એપ્રિલ ના રોજ ઉપસ્થિત રહેશે જે લોકોને સમસ્યાઓ હોય તેઓ ગુરુજી અનુપજી મહારાજને મળે અને તેમની સમસ્યાઓ જણાવે, જેનાથી તેમને ઘણો ફાયદો થશે. જેઓ તેમના દર્શનનો લાભ લેવા માંગતા હોય તેઓ આ કાર્યક્રમમાં આવી શકે છે. કાર્યક્રમનો હેતુ લોકોને બાલાજી મહારાજ અને ગુરુજી મહારાજ સાથે જોડવાનો અને તેમના દર્શનનો લાભ લેવાનો છે.

આ અમારો 14 મો વાર્ષિક ઉત્સવ છે. દરેક સમાજના લોકો આ કાર્યક્રમનો લાભ લે અને તમારી સમસ્યાઓ તેમની સામે મુકો અને સમસ્યામાંથી મુક્તિ મેળવો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button