અરિહંત પાર્ક જૈન સંઘમાં “શંત્રુજય તારો મહિમા ન્યારો’ કાર્યક્રમ યોજાયો
પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ વિજયજીન સુંદરસુરીશ્વરજી મ.સા.એ પાલીતાણા ખાતે આવેલ શત્રુંજય શાશ્વત તીર્થની મહત્તાનું અનુપમ શૈલીમાં વર્ણન કર્યું
સુરત : સુમુલ ડેરી રોડ ખાતે આવેલ અરિહંત પાર્ક જૈન સંથમાં ફાગણ સુદી – તેરસને શનિવારેના રોજ સવારે સંગીતના સથવારે ‘શંત્રુજય તારો મહિમા ન્યારો’ કાર્યક્રમ યોજાયો હતો. ફાગણ સુદ તેરસ એટલે ગિરિરાજને સ્પર્શવાનો અદભૂત દિવસ, કાર્યક્રમમાં યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજય મ.સા.ના શિષ્યરત ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયજીન સુંદરસુરીશ્વરજી મ.સા.એ એમની અનુપમ શૈલીમાં જણાવ્યું હતું કે પાલીતાણા ખાતે આવેલ શત્રુંજય શાશ્વત તીર્થ છે.
જૈનોના આ તીર્થ ઉપર અનંતા આત્માઓ નિર્વાણ પદને પામ્યા છે. આ ધરતીનો કાંકરો કાંકરો અત્યંત પવિત્ર છે. શત્રુંજય તીર્થ સાધકોની સાધનાની ભૂમિ છે. ફાગણ સુદ તેરસે શત્રુંજયના ભાડવાના ડુંગર ઉપર સાડા સાત કરોડ આત્માઓ સાથે પ્રધુમ્ન નિર્વાણ પદને પામ્યા હતા. ફાગણની ફેરી તરીકે આજનો આ દિવસ જૈનો માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય છે. છ’ ગાઉની આ પરિક્રમા માટે ખૂબ મોટી સંખ્યામાં
અંતમાં અરિહંત પાર્ક જૈન સંઘના સૌ પધારેલ જૈન શ્રાવક શ્રાવિકાઓએ ગિરિરાજના વધામણા કર્યા હતા. સંગીતકાર સ્નેહલભાઈની ટીમ દ્વારા સુંદર સંગીતની સુરાવલી પ્રસ્તુત કરવામાં આવી હતી.
જૈનો સમગ્ર ભારત અને વિદેશમાંથી લાખોની સંખ્યામાં શત્રુંજ્ય તીર્થમાં કીડિયારાની જેમ ઉભરાય છે. પાલીતાણા ખાતે આવેલ શત્રુંજય શાશ્વત તીર્થમાં આવનારા પ્રત્યેક યાત્રાળુઓમાં રોમે રોમે જય ગિરિરાજ, જય આદિનાથ પ્રગટ્યા વિના રહેતો નથી.