મારુતી વીર જવાન ટ્રસ્ટ દ્વારા શહીદો કો સલામ 4 દિલ્હી કાર્યક્રમ યોજાશે
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરી વચ્ચે 121 શહીદ પરિવારોને ડીજીટલી ચેક વિતરણ કરાશે.
સુરત, છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં મારુતી વીર જવાન ટ્રસ્ટ ની સ્થાપના થઇ છે આગામી 16મી ઓક્ટોબરના રોજ નવી દિલ્હી ખાતે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરી વચ્ચે 121 શહીદ પરિવારોને વર્ચ્યુઅલી ચેક વિતરણનો કાર્યકમ યોજવામાં આવ્યો છે
ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતુ્ં કે 2017માં સુરતમાં યોજાયેલી મોરારી બાપુની કથામાં મારુતી વીર જવાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટની સ્થાપના શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સવજીભાઈ ધોળકિયા, મથુરભાઈ સવાણી, લવજીભાઈ બાદશાહ ,નાનુભાઈ સાવલિયા,કેશુભાઈ ગોટી, અને મનહરભાઈ સાસપરાની આગેવાનીમાં કરવામાં આવી હતી.
જે તે સમયે આવેલા ફંડને બેંકમાં ફિક્સ ડિપોઝીટ તરીકે રાખવામાં આવી હતી. અને તેના મારફત આવતું વ્યાજ દેશના શહીદ પરિવારોને આપવામાં આવે છે. અત્યાર સુધીમાં સુરતમાં ત્રણ વાર કાર્યક્રમ યોજવામાં આાવ્યા હતા. જેમાં શહીદોને રૂપિયા 2.50 લાખ આપી તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આગામી તા. 16 ઓક્ટોબરના રોજ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરી વચ્ચે દેશના 121 પરિવારોને વર્ચ્યુઅલ હાજર રાખી સન્માન કરાવવામાં આવશે અને તેઓના ખાતમાં રૂ. 2.50 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ , શ્રી સી આર પાટીલ તથા મારુતી વીર જવાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હાજર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશનું એક માત્ર ટ્રસ્ટ મારુતી વીર જવાન ટ્રસ્ટ કે જે દેશના શહીદ પરિવારોને રૂપિયા 2.50 લાખ આપી તેમને સન્માનિત કરે છે . ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 5 થી 6 કરોડની સહાય વિર જવાનોના પરિવારોને આપવામાં આવી છે
હિરેનભાઈ સાવલીયાએ વધુમાં જણાવ્યું હતું કે મારુતી વિર જવાન ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓનું માનવું છે કે તેઓ દેશના જે શહીદ વિર જવાનોના પરિવારોને આર્થિક સહાય આપે છે તેવી જ રીતે દેશના અલગ અલગ રાજ્યોની સામાજિક સંસ્થા પણ આગામી દિવસોમાં આગળ આવી દેશના વીર જવાનોને આ રીતે સહાય કરશે તો દેશના વિર જવાનોને પણ એવો અહેસાસ થશે કે ભારત દેશ ના લોકો પણ અમારી સાથે છે