બિઝનેસ

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ઓપોર્ચ્યુનિટીઝ વીથ ઇજિપ્ત કોટન ફેડરેશન’અંગે સેશન યોજાયું

આગામી વર્ષે યોજાનારા યાર્ન એકસ્પોમાં ઇજિપ્ત કોટન ફેડરેશનને ભાગ લઇ પહેલો સ્ટોલ બુક કરાવ્યો : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રવિવાર, તા. ર૧ ઓગષ્ટ, ર૦રર ના રોજ બપોરે ૧રઃ૩૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘ઓપોર્ચ્યુનિટીઝ વીથ ઇજિપ્ત કોટન ફેડરેશન’વિષય પર સેશન યોજાયું હતું. જેમાં ઇજિપ્તની મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના એકસપોર્ટ કાઉન્સીલ્સ જનરલ મેનેજર એલી એલ્કેબીર અને કોટન ઇજિપ્ત ફેડરેશનના એકઝીકયુટીવ ડાયરેકટર ખાલેદ શુમન દ્વારા સુરતના ઉદ્યોગકારોને ઇજિપ્તની કોટન તથા ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી વિષે મહત્વની માહિતી આપી હતી.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આગામી તા. ૧૯, ર૦ અને ર૧ ઓગષ્ટ, ર૦ર૩ દરમ્યાન યાર્ન એકસ્પોનું આયોજન થનાર છે. જેમાં ઇજિપ્ત કોટન ફેડરેશને ભાગ લીધો હતો અને પ્રથમ સ્ટોલ તેમના તરફથી બુક કરવામાં આવ્યો હતો. તેમણે કોટન માર્કેટના ડેવલપમેન્ટ હેતુ તથા સુરતના મેન મેઇડ ફેબ્રિકનો વપરાશ ઇજિપ્તમાં કેવી રીતે વધી શકે તે માટે ચેમ્બર તથા ઇજિપ્ત કોટન ફેડરેશન વચ્ચે એમઓયુ કરી શકાય તેમ જણાવ્યું હતું. તેમના દ્વારા કરવામાં આવેલા આ પ્રસ્તાવને ઇજિપ્તના એલી એલ્કેબીર અને ખાલેદ શુમને સહમતિ આપી હતી.

ઇજિપ્શન કોટન વર્લ્ડ બેસ્ટ છે. આથી ભારતમાં તેનો વપરાશ થઇ શકે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ઇજિપ્તમાં ૯૦ ટકા કોટનથી બનતા કાપડનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતના મેન મેઇડ ફેબ્રિકનો ઇજિપ્તમાં થતા ગારમેન્ટીંગમાં કઇ રીતે વપરાશ વધી શકે તે માટે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ દિશામાં પ્રયાસના ભાગરૂપે ઇજિપ્તમાં સુરતના ફેબ્રિકનું એક એકઝીબીશન કરવામાં આવશે અને તેના માટે ચેમ્બર ઓફ કોમર્સ અને ઇજિપ્ત કોટન ફેડરેશન દ્વિપક્ષીય એમઓયુ કરશે.

એલી એલ્કેબીર તથા ખાલેદ શુમને પ્રેઝન્ટેશન રજૂ કરતા જણાવ્યું હતું કે, ઇજિપ્તમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતો દ્વારા કવાલિટી કોટનની ખેતી કરવામાં આવે છે અને વિશ્વમાં સૌથી સારી કવોલિટીનું કોટન ઇજિપ્તમાં થાય છે. વિશ્વભરમાં તેમનું કોટન એકસપોર્ટ કરવામાં આવે છે. અન્ય દેશોની તુલનામાં તેમનું કોટન થોડું મોંઘુ હોય છે પણ કવોલિટી કોટન માટે ઇજિપ્તને યાદ કરવામાં આવે છે. સુરતમાં ફેબ્રિક બને છે અને ગારમેન્ટીંગ પણ થઇ રહયું છે ત્યારે સુરતના ઉદ્યોગકારોને તેમણે ઇજિપ્તથી કવોલિટી કોટનના ઇમ્પોર્ટ માટે અનુરોધ કર્યો હતો.

ચેમ્બરના ગૃપ ચેરમેન અમિષ શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન/ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગતે સેશનનું સમગ્ર સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button