સેમસંગનાં નવાં AI-પાવર્ડ પીસી, ગેલેક્સી બુક 5 સિરીઝ હવે ભારતમાં ઉપલબ્ધ
ગેલેક્સી બુક 5 સિરીઝ 25 કલાક સુધીના બેટરી આયુષ્ય સાથે સૌથી અત્યાધુનિક ગેલેક્સી બુક છે

ગુરુગ્રામ, ભારત, 23 માર્ચ, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ગેલેક્સી બુક 5 સિરીઝની રાષ્ટ્રવ્યાપી ઉપલબ્ધતાની ઘોષણા કરી છે. અત્યાધુનિક પરફોર્મન્સ અને આકર્ષક AI ફીચર્સ સાથે ગેલેક્સી બુક 5 સિરીઝ આગામી સ્તરની ઉત્પાદકતા, ક્રિયાત્મકતા અને મનોરંજન માટે તૈયાર કરાઈ છે.
AI-પાવર્ડ કમ્પ્યુટિંગ અગાઉ કરતાં વધુ પહોંચક્ષમ બનાવવા માટે ગેલેક્સી બુક 5 સિરીઝ ઈન્ટેલ કોર અલ્ટ્રા સાથે હવે રૂ. 1,14,900થી શરૂ થાય છે, જે અગાઉના ગેલેક્સી બુક 4 સિરીઝ મોડેલ કરતાં રૂ. 15,000થી ઓછા છે.
ગ્રાહકો ગેલેક્સી બુક 5 સિરીઝ ખરીદી કરે તો રૂ. 10,000 સુધી બેન્ક કેશબેક અને ફક્ત રૂ. 7999માં ગેલેક્સી બડ્સ 3 પ્રો (રૂ. 19,999ની મૂળ કિંમત સામે) મેળવી શકે છે. ડિવાઈસીસ 24 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ સાથે પણ ઉપલબ્ધ છે. ઉપરાંત વિદ્યાર્થીઓ ખાસ 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે, જે ગેલેક્સી બુક 5 સિરીઝને યુવા વ્યાવસાયિકો અને શીખનારા માટે આદર્શ પસંદગી બનાવે છે.
ગ્રાહકો આજથી આરંભ કરતાં Samsung.com, સેમસંગ ઈન્ડિયા સ્માર્ટ કેફે, ચુનંદા સેમસંગ અધિકૃત રિટેઈલ સ્ટોર્સ અને અન્ય ઓનલાઈન પોર્ટલો પર ગેલેક્સી બુક 5 360, ગેલેક્સી બુક 5 પ્રો અને ગેલેક્સી બુક 5 પ્રો 360 ખરીદી શકે છે.
“સેમસંગમાં અમે ઈનોવેશનની સીમાઓ પાર કરવા અને ડિવાઈસીસમાં અત્યાધુનિક AI અનુભવો પ્રદાન કરવા કટિબદ્ધ છીએ. નવી ગેલેક્સી બુક 5 સિરીઝ AI-પાવર્ડ કમ્પ્યુટિંગ વધુ જ્ઞાનાકાર, બુદ્ધિશાળી અને દરેક માટે પહોંચક્ષમ બનાવવાના અમારા ધ્યેયનો દાખલો છે. AI-પ્રેરિત ફીચર્સ સાથે સરળ ગેલેક્સી ઈકોસિસ્ટમ કનેક્ટિવિટી અને માઈક્રોસોફ્ટના કોપાઈલટ+ પીસી અનુભવ સાથે આ લેપટોપ તમે વ્યાવસાયિક હોય, વિદ્યાર્થી કે ક્રિયેટર, ઉત્પાદકતા, ક્રિયાત્મકતા અને મનોરંજનનો નવો દાખલો બેસાડે છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.
માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના ડિવાઈસ પાર્ટનર સેલ્સના કન્ટ્રી હેડ નમિત સિંહાએ જણાવ્યું હતું કે, “માઈક્રોસોફ્ટ ખાતે અમે ઉત્પાદકતા અને ક્રિયાત્મકતા બહેતર બનાવતા AI-પ્રેરિત ઈનોવેશન્સ સાથે ઉપભોક્તાઓને સશક્ત બનાવવા માટે કટિબદ્ધ છીએ. ગેલેક્સી બુક 5 સિરીઝ માઈક્રોસોફ્ટના કોપાઈલટ+ પીસી અનુભવ અને ઈન્ટેલના ઈન્ટેલ® કોર™ પ્રોફેસરો (સિરીઝ 2) દ્વારા પાવર્ડ હોઈ બુદ્ધિશાળી કમ્યુટિંગ, મહત્તમ કાર્યપ્રવાહો અને ઉત્તમ કાર્યક્ષમતા ભારતીય ગ્રાહકો માટે લાવે છે. સેમસંગ સાથે અમારું જોડાણ આ AI-પાવર્ડ ડિવાઈસીસ ઉત્તમ પરફોર્મન્સ, સલામતી અને જ્ઞાનાકાર કમ્પ્યુટિંગ અનુભવ પ્રદાન કરવાની ખાતરી રાખીને ઉપબોક્તાઓ તેમની આંગળીને ટેરવે AI સાથે વધુ હાંસલ કરવાની રાખે છે.’’