સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી F55 5G રજૂ કરાયો

ગુરુગ્રામ, ભારત : ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી F55 5G લોન્ચ કરાયો હતો, જે સૌથી પ્રીમિયમ ગેલેક્સી F સિરીઝ સ્માર્ટફોન છે. ગેલેક્સી F55 5Gના સ્લીક અને સ્ટાઈલિશ એસ્થેટિક્સ સાથે પ્રીમિયમ વેગન લેધર ફિનિશ બેક પેનલ તેને આકર્ષક ડિવાઈસ બનાવે છે. ગેલેક્સી F55 5G સાથે સેમસંગ F- સિરીઝ પોર્ટફોલિયોમાં પહેલી જ વાર ક્લાસી વેગન લેધર ડિઝાઈન સ્માર્ટફોન રજૂ કરશે.
ગેલેક્સી F55 5G સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ, જેમ કે, સુપર AMOLED+ ડિસ્પ્લે, શક્તિશાળી સ્નેપડ્રેન 7 Gen1 પ્રોસેસર, 45W સુપર-ફાસ્ટ ચાર્જિંગ, એન્ડ્રોઈડ અપગ્રેડ્સની ફોર જનરેશન્સ નઅને પાંચ વર્ષની સિક્યુરિટી અપડેટ્સ ધરાવે છે, જે ઉપભોક્તાઓ આગામી વર્ષોમાં નવીનતમ ફીચર્સ અને બહેતર સિક્યુરિટી માણી શકે તેની ખાતરી રાખે છે.
“ગેલેક્સી F55 5G સાથે સેમસંગ F સિરીઝમાં પહેલી જ વાર સેડલ સ્ટિચ પેટર્ન સાથે ક્લાસી વેગન લેધર ડિઝાઈન ઓફર કરશે. ક્લાસી વેગન લેધર બેક પેનલ સાથે સેડલ સ્ટિચ પેટર્ન અને ગોલ્ડન રંગછટામાં કેમેરા ડેકો પ્રીમિયમ એસ્થેટિક્સમાં ઉમેરો કરે છે. ગેલેક્સી F55 5G બે મંત્રમુગ્ધ કરનારા રંગોમાં આવશે, જેમાં એપ્રિકોટ ક્રશ અને રેઝિન બ્લેકનો સમાવેશ થાય છે.
ઉપરાંત સુપર AMOLED+ 120Hz ડિસ્પ્લે, શક્તિશાળી સ્નેપડ્રેગન પ્રોસેસર સાથે OS અપગ્રેડ્સની ફોર જનરેશન્સ અને પાંચ વર્ષની સિક્યુરિટી અપડેટ્સ અને નોક્સ સિક્યુરિટીના બેજોડ વચન સાથે સેમસંગની તેની ગ્રાહકોને ઉચ્ચ કક્ષાનો અનુભવ પ્રદાન કરવામાં શક્તિનો દાખલો છે,” એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ ડિવિઝનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.