સેમસંગ દ્વારા 2025 સુધી 20,000થી વધુ શિક્ષકોની કુશળતા વધારવા માટે અજોડ સમુદાય પ્રેરિત કાર્યક્રમ ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ લોન્ચ કરાયો
આ પહેલ ભારતમાં શિક્ષકોની કુશળતા વધારવા માટે હોઈ તેમને સંમિશ્રિત શિક્ષણ કાર્યક્રમો

નવી દિલ્હી, ભારત, 13 ફેબ્રુઆરી, 2025– ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રમાં શિક્ષકો, પ્રિન્સિપાલો અને વહીવટકર્તાઓને સશક્ત બનાવીને ભારતમાં શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે તૈયાર કરાયેલો અનોખો સમુદાય પ્રેરિત કાર્યક્રમ ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ લોન્ચ કર્યાની ઘોષણા કરવામાં આવી છે.
આ પહેલ દંતકથા સમાન શૂટર અને 2008 ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અભિનવ બિંદ્રાની હાજરીમાં રજૂ કરવામાં આવી હતી, જેનું લક્ષ્ય ઈનોવેશનની સંસ્કૃતિ નિર્માણ કરવાનું અને શિક્ષણના વ્યવહારોમાં ટેકનોલોજીને જોડીને શિક્ષણમાં ક્રિયાત્મકતા પ્રેરિત કરવાનું છે. તે રિકરિંગ ઓન-ગ્રાઉન્ડ અને ઓનલાઈન લર્નિંગ ઈવેન્ટ્સ થકી આવતીકાલના ક્લાસરૂમ્સ માટે શિક્ષકોને તૈયાર કરશે. ટેકનોલોજીમાં વૈશ્વિક આગેવાન તરીકે સેમસંગ ભાવિ તૈયાર ક્લાસરૂમો નિર્માણ કરીને શિક્ષણના ભવિષ્યને આકાર આપવા માટે કટિબદ્ધ છે, જે શિક્ષકોને નવી ટેકનોલોજી અને આધુનિક શિક્ષણશાસ્ત્ર અપનાવવા માટે મદદરૂપ થશે.
‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’થી શિક્ષકોને લાભ થવા સાથે શાળાઓને એજ્યુકેશન ઈનોવેશનમાં આગેવાન બનવાનામાં શાળાઓ ટેકો પણ આપશે. શૈક્ષણિક વ્યવહારો બહેતર બનાવીને અને ટેકનોલોજી પ્રેરિત ભણવાનું વાતાવરણ નિર્માણ કરીને શાળાઓ સમુદાયમાં તેમની નામના સુધારીને અને લોકપ્રિય પ્રાપ્ત કરીને વાલીઓ માટે પસંદગીની સંસ્થા તરીકે પોતાને સ્થાપિત કરી શકે છે. ઉપરાંત ‘‘ગેલેક્સી એમ્પાવરમેન્ટ’’ કાર્યક્રમ શિક્ષકો અને શાળાઓ માટે પણ નિઃશુલ્ક હોઈ કોઈ પણ નાણાકીય અવરોધો વિના શૈક્ષણિક પ્રગતિ માટે મૂલ્યવાન સંસાધનોની ખાતરી રાખશે.
‘‘ગેલેક્સી એમ્પાવરમેન્ટ’’ સાથે અમે શિક્ષકોને વિદ્યાર્થી સહભાગ વધારવા અને ટકાઉ શૈક્ષણિક પ્રભાવ નિર્માણ કરવા માટે સાધનો પૂરાં પાડીએ છીએ. શિક્ષકના વિકાસમાં રોકાણ કરીને સેમસંગ શિક્ષકોને તેમના ક્લાસરૂમનો પ્રભાવ મહત્તમ બનાવવા સશક્ત બનાવે છે, જે શૈક્ષણિક પ્રણાલીના આધારને ટેકો આપે છે. આ પહેલ બહેતર આવતીકાલ માટે નાવીન્યતા લાવવાના અમારા ધ્યેય સાથે સુમેળ સાધીને શિક્ષણ ઈનોવેશનની આગળ રહે અને દરેક શિક્ષકને સફળ બનવા માટે સંસાધાનો પ્રાપ્ત થાય તેની ખાતરી રાખશે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.
2700થી વધુ શિક્ષકોને ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ હેઠળ ડિસેમ્બર, 2024થી લાઈવ તાલીમ સત્રો થકી ભારતમાંથી પ્રમાણપત્ર અપાયા છે. કાર્યક્રમનું લક્ષ્ય 2025 સુધી ભારતમાં 20,000થી વધુ શિક્ષકોને સશક્ત બનાવવાનું છે. દિલ્હીના તબક્કામાં સેમસંગે 250 શાળામાં સફળતાથી ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ કાર્યક્રમ હાથ ધર્યો હતો. મહતત્ત્વ એજ્યુકેશનલ એડવાઈઝરી અને સ્ટાર સાથે પ્રથમ તબક્કામાં ભાગીદારી કરી છે, જે વિશિષ્ટ ટ્રેનર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ કાર્યક્રમ થકી શિક્ષકોને મદદરૂપ થવા માટે નિયુક્ત કરવામાં આવી છે.
‘‘શિક્ષણ સામાજિક પ્રગતિના હાર્દમાં રહેલું છે અને સેમસંગે શિક્ષકોને યોગ્ય સાધનો સાથે અભિમુખ બનાવવા અને ક્લાસરૂમમાં ટેકનોલોજીનો લાભ લેવા ટેકો આપવાના મહત્ત્વને ઓળખ્યું છે. શિક્ષકો અને શૈક્ષણિક વહીવટકર્તાઓને સશક્ત બનાવીને સેમસંગ એવી ઈકોસિસ્ટમ નિર્માણ કરવા માગે છે, જ્યાં ટેકનોલોજી શિક્ષણને બહેતર બનાવે, અંતર દૂર કરે અને શિક્ષણના ભવિષ્યને આકાર આપે. હું માનું છું કે આ પહેલ આપણા શિક્ષકોને મોટા પાયા પર ઉત્તમ ભણાવવાનો અનુભવ પ્રદાન કરવા માટે કૌશલ્ય વધારવામાં મહત્ત્વપૂર્ણ પાયાનો પથ્થર બની રહેશે,’’ એમ મુખ્ય મહેમાન અને 2008 ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અભિનય બિંદ્રાએ જણાવ્યું હતું.
“સેમસંગની ગેલેક્સી એમ્પાવર્ડ પહેલ શિક્ષકોને આધુનિક ટેકનોલોજી, સંમિશ્રિત લર્નિંગ ટૂલ્સ અને સમર્થક સમુદાયને પહોંચ આપીને અંતર દૂર કરે છે. ઓનલાઈન અને રૂબરૂ વ્યાવસાયિક વિકાસ થકી શિક્ષકો અસરકારક રીતે તેમના ક્લાસરૂમમાં ટેકનોલોજીને જોડી શકે છે. સેમસંગ પ્રોડક્ટો અને તૈયાર સંસાધનો સાથે હાથોહાથનો અનુભવ પ્રદાન કરીને અમે શિક્ષકોને વિદ્યાર્થી સહભાગ વધારવા, કામો સ્ટ્રીમલાઈન કરવા અને શિક્ષણની અસરકારકતા સુધારવા માટે સહાય કરીએ છીએ,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.
‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ પહેલ ત્રણ મુખ્ય પાયા પર બની છે, જેમાં ટેકનોલોજી અપસ્કિલિંગ, એક્સપીરિયન્શિયલ લર્નિંગ અને પિયર- ટુ- પિયર નેટવર્કિંગનો સમાવેશ થાય છે. પાયાકીય, તૈયારી, મધ્યમ, માધ્યમિક અથવા વહીવટકર્તાઓ માટે ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ શિક્ષકોને લક્ષ્યનો ટેકો આપે છે, જેથી તેમની પાસે તેમના ચોક્કસ શિક્ષણના વાતાવરણમાં સફળ બનવાની તેમને જરૂરી સાધનો તેઓ ધરાવી શકે.
· ટેકનોલોજી અપસ્કિલિંગ:સાનુકૂળ ઓનલાઈન તાલીમ સત્રો, પ્રત્યક્ષ બૂટકેમ્પ્સ અને સંસાધનોની વ્યાપક લાઈબ્રેરી આપીને ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ શિક્ષકોને ગ્રામિફિકેશન વ્યૂહરચનાઓ, ઈન્ટરએક્ટિવ એપ્સ અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ સહિત તેમના ક્લાસરૂમાં નવીનતમ ડિજિટલ સાધનો જોડવા માટે અભિમઉખ બનાવે છે.
· હાથોહાથની તાલીમ અને સર્ટિફિકેશનઃ શિક્ષકોને હાથોહાથના વર્કશોપ, મેન્ટરશિપ અને તેમની સિદ્ધિ ઓળખવા અને તેમની કુશળતા નિર્માણ કરવા માટે સર્ટિફિકેશન તકોને પહોંચ મળશે. કાર્યક્રમમાં અભ્યાસક્રમ અને કન્ટેન્ટ ડિઝાઈન માટે વિશિષ્ટ સંસાધનો અને શિક્ષકના કલ્યાણ પર માર્ગદર્શનનો પણ સમાવેશ થાય છે.
· જોડાણ અને નેટવર્કિંગઃ શિક્ષકો શિક્ષણકર્તાઓના ગતિશીલ સમુદાયનો હિસ્સો રહેશે, જેઓ ખાસ પેનલ અને મુખ્ય સત્રો થકી શિક્ષણમાં પિયર-ટુ-પિયર નેટવર્કિંગ, ઉદ્યોગના નિષ્ણાતો અને વિચારક આગેવાનીને પહોંચ પ્રાપ્ત કરશે.