બિઝનેસ

સેમસંગે 2024 ક્રિસ્ટલ 4K વિવિડ, ક્રિસ્ટલ 4K વિઝન પ્રો અને ક્રિસ્ટલ 4K વિવિડ પ્રો ટીવી સિરીઝ લોન્ચ કરી

2024 ક્રિસ્ટલ 4K ટીવી સિરીઝ 4K અપસ્કેલિંગ, ક્રિસ્ટલ પ્રોસેસર 4K અને સોલર સેલ રિમોટની સાથે ઉપલબ્ધ

સુરત : ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાંડ સેમસંગે ક્રિસ્ટલ 4K વિવિડ, ક્રિસ્ટલ 4K વિઝન પ્રો અને ક્રિસ્ટલ 4K વિવિડ પ્રો ટીવી સિરીઝ લોન્ચ કરી છે. આ સાથે રોમાચંક કેશબેક ઓફર્સ અને 18 મહિના સુધી ‘નો કોસ્ટ ઇએમઆઇ’ની સાથે પ્રારંભિક કિંમત રૂ. 32990થી શરૂ થાય છે. 2024 ક્રિસ્ટલ 4K ટીવી લાઇન અપ 4K અપસ્કેલિંગ, સોલરસેલ રિમોટ, મલ્ટી વોઇસ આસિસ્ટન્ટ, ક્યુ-સિમ્ફની અને ક્રિસ્ટલ પ્રોસેસર 4K સાથે ઉપલબ્ધ છે. ક્રિસ્ટલ 4K વિવિડ, ક્રિસ્ટલ 4K વિઝન પ્રો અને ક્રિસ્ટલ 4K વિવિડ પ્રો ટીવી સિરીઝ ઓનલાઈન પ્લેટફોર્મ અને Samsung.com પર 43-ઇંચ, 50-ઇંચ, 55-ઇંચ, 65-ઇંચ અને 75-ઇંચની સ્ક્રીન સાઇઝમાં ઉપલબ્ધ થશે.

સેમસંગ ઇન્ડિયાના વિઝ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંઘે જણાવ્યું કે, આજે યંગ ગ્રાહકો એવા સ્માર્ટ ટીવી ઇચ્છે છે, જે લાઇફ લાઇક પિક્ચર ક્વોલિટીમાં ઇમર્સિવ ઑડિયો એક્સપિરિયિન્સ અને હાઇ સિક્યુરિટીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવતું હોય. 2024 ક્રિસ્ટલ 4K ટીવી સિરીઝ સ્માર્ટ અને કનેક્ટેડ લિવિંગને ધ્યાનમાં રાખતા શ્રેષ્ઠ ટીવી જોવાનો એક્સપિરિયન્સ પ્રદાન કરીને સમકાલીન પરિવારો માટે બેન્ચમાર્ક સેટ કરે છે. આ ગ્રાહકોને ક્યુ-સિમ્ફની પણ મળે છે, જે ટીવી અને સાઉન્ડબાર સ્પીકર્સને ટીવી સ્પીકર્સ મ્યૂટ કર્યા વિના સારી સરાઉન્ડ ઇફેક્ટ માટે એકસાથે ઓપરેટ કરવાની મંજૂરી આપે છે,”

2024 ક્રિસ્ટલ 4K ટીવી સિરીઝ સેમસંગ ટીવી પ્લસ અને કેલમ ઓનબોર્ડિંગ સાથે બિલ્ટ-ઇન IoT હબ જેવી સુવિધાઓ સાથે પણ આવે છે. બિલ્ટ ઇન મલ્ટી વોઇસ આસિસ્ટન્ટ ગ્રાહકોને બિક્સબી અથવા એમેઝોન એલેક્સાનો ઉપયોગ કરીને કનેક્ટેડ હોમ અનુભવનો આનંદ માણી શકો છો.

2024 ક્રિસ્ટલ 4K ટીવી સિરીઝ 4K અપસ્કેલિંગ સુવિધા દ્વારા સંચાલિત છે જે 4K પિક્ચર ક્વૉલિટી જેવી લાઇફ ડિલિવરી કરતા 4K ડિસ્પ્લેના હાઇ રિઝોલ્યુશન સાથે મેળ ખાતી લો રિઝોલ્યુશન કન્ટેન્ટની ક્વોલિટીને વધારે છે તેમજ અપસ્કેલ પણ કરે છે. વન બિલિયન ટ્રૂ કલર્સ પુર કુલર, ક્રિસ્ટલ પ્રોસેસર 4K અને HDR10+ ની સાથે ગ્રાહકોને હવે રિચ ડાર્ક અને બ્રાઇટ લાઇટ સાથે વધુ સારો અનુભવ પ્રદાન કરે છે.

ખરેખર ઇમર્સિવ કન્ટેન્ટ જોવાના એક્સપિરિયન્સ માટે ક્રિસ્ટલ 4K ટીવી સિરીઝમાં OTS લાઇટની વિશેષતાઓ છે જે ગ્રાહકોને બે વર્ચ્યુઅલ સ્પીકર્સ સાથે 3D સરાઉન્ડ સાઉન્ડ બનાવવાની સાથે સ્ક્રીન પર ગતિને વાસ્તવિક હોય તેમ અનુભવ પ્રદાન કરે છે. અનુકૂલનશીલ ધ્વનિ વાસ્તવિક સમયમાં દ્રશ્ય દ્વારા તમામ કન્ટેન્ટ પિક્ચરનું વિશ્લેષણ કરીને તેને વધુ ગતિશીલ બનાવીને અને ઇચ્છિત અસરોને વિસ્તૃત કરીને શ્રેષ્ઠ વોઇસનો અનુભવ પ્રદાન કરે છે. વધુમાં,  સ્ક્રીન ડિઝાઇન પરફેક્ટ સંપૂર્ણ ઇમર્સિવ વ્યૂઇંગનો એક્સપિરિયન્સ પ્રદાન કરે છે

2024 ક્રિસ્ટલ 4K ટીવી સિરીઝમાં સ્માર્ટ હબ એ સ્માર્ટ હોમ એક્સપિરિયન્સનું કેન્દ્રબિંદુ પણ છે જે એન્ટરટેન્મેન્ટ એમ્બિયન્ટ અને ગેમિંગ વિકલ્પોને એકસાથે ભેગા કરે છે. આ સેમસંગ ટીવી પ્લસ સર્વિસ પણ ઉપલબ્ધ કરાવે છે, જેમાં ભારતમાં 100 ચેનલોનો સમાવેશ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button