સેમસંગે ક્વાન્ટમ ડૉટ ફીચર સાથે 2024 QLED 4K પ્રીમિયમ ટીવી સીરીઝ લોન્ચ કરી
2024 QLED 4K ટીવી સીરીઝ હવે ક્વાંટમ ડૉટ અને ક્વાંટમ એચડીઆર ટેક્નોલોજી સાથે આવે છે
ગુરુગ્રામ 11 જૂન, 2024 – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ભારતમાં 65990 રૂપિયાની પ્રારંભિક કિંમત પર 2024 QLED 4K ટીવી સીરીઝ લૉન્ચ કરી. 2024 QLED 4K ટીવી લાઇન-અપ પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે. 2024 QLED 4K ટીવી ત્રણ સાઇઝમાં આવશે – 55”, 65” અને 75”. તે આજથી Samsung.com અને Amazon.in સહિતના ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ક્વાંટમ પ્રોસેસર લાઇટ 4K દ્વારા સંચાલિત, 2024 QLED 4K ટીવી સીરીઝ કવાંટમ ડૉટ અને ક્વાંટમ HDR સાથે 100% કલર વોલ્યુમ પ્રદાન કરે છે.
તે 4K અપસ્કેલિંગ સાથે પણ આવે છે, જે વપરાશકર્તાઓને ઉચ્ચ-રીઝોલ્યુશન 4K સામગ્રીનો આનંદ માણવા સક્ષમ બનાવે છે; ક્યૂ-સિમ્ફની સાઉન્ડ ટેક્નોલોજી, ડ્યુઅલ LED, ગેમિંગ માટે મોશન એક્સેલેરેટર અને પેન્ટોન વેલિડેશન, ગ્રાહકો માટે કલર વફાદારીનું વિશ્વસનીય પ્રતીક છે. “છેલ્લા કેટલાક વર્ષોમાં કંટેંટનો વપરાશ ઝડપથી બદલાયો છે, કારણ કે વપરાશકર્તાઓ વધુ ઇમર્સિવ અને પ્રીમિયમ વ્યૂઇંગ અનુભવની માંગણી કરી રહ્યા છે.
આ માંગને પૂરી કરવા માટે અમે 2024 QLED 4K ટીવી શ્રેણી લોન્ચ કર્યું છે જે પ્રીમિયમ અને શ્રેષ્ઠ વ્યૂઇંગ એક્સપરિયન્સની દુનિયામાં એક પગથિયું છે. નવી ટીવી સીરીઝ 4K અપસ્કેલિંગ સુવિધા સાથે જીવંત પિક્ચર ક્વાલિટી પ્રદાન કરે છે જે સ્ક્રીન પર કંટેન્ટને લગભગ 4K લેવલ સુધી રિફાઇન કરે છે, એકંદરે જોવાના અનુભવને કેટલાંક પાયદાન ઉપર લઇ જાય છે,” તેમ સેમસંગ ઇન્ડિયાના વિઝ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ મોહનદીપ સિંહે કહ્યું.