બિઝનેસ

સેમસંગ ઈન્ડિયા દ્વારા ફ્યુટર-ટેક ડોમેન્સ પર યુવાનોને સશક્ત બનાવતો નેશનલ સ્કિલિંગ પ્રોગ્રામ સેમસંગ ઈનોવેશન કેમ્પસની 2જી સીઝન રજૂ કરે છે

દરેક ડોમેનમાં નેશનલ ટોપર્સને રૂ. 1 લાખ મૂલ્યનો રોકડ પુરસ્કાર અને આકર્ષક સેમસંગ પ્રોડકટો પ્રાપ્ત કરશે.

નવી દિલ્હી : ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેના નેશનલ સ્કિલિંગ પ્રોગ્રામ- સેમસંગ ઈનોવેશન કેમ્પસની બીજી સીઝન રજૂ કરવામાં આવી છે, જે એઆઈ, આઈઓટી, બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગ જેવા ફ્યુચર-ટેક ડોમેન્સમાં યુવાનોને કુશળ બનાવવા તૈયાર કરાયો છે. સેમસંગ ઈનોવેશન કેમ્પસનું લક્ષ્ય ભાવિ ટેકનોલોજીઓમાં 18-35 વયવર્ષના યુવાનોને કુશળ બનાવવનું અને તેમની રોજગારક્ષમતા વધારવાનું છે.

પ્રોગ્રામ ભારતની વૃદ્ધિની ગાથામાં મજબૂત ભાગીદાર અને યોગદાનકર્તા તરીકે સેમસંગની કટિબદ્ધતા મજબૂત બનાવે છે. તે યુવાનો માટે યોગ્ય તકો નિર્માણ કરવા સ્કિલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા જેવી ભારત સરકારની પહેલોને ટેકો આફવા માટે પણ તૈયાર કરાયો છે. ભારતમાં 3500થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે અગાઉ આ સપ્તાહમાં સમસંગ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ઈએસએસસીઆઈ) વચ્ચે સમજૂતી કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા છે.

આ વર્ષે પ્રોગ્રામ વિદ્યાર્થીઓ માટે વધુ આકર્ષક તકોનો સમાવેશ કરવા માટે સ્કિલિંગથી પાર જાય છે. દરેક ડોમેનના નેશનલ ટોપર્સને દિલ્હી- એનસીઆરમાં સેમસંગનાં એકમોની મુલાકાત લેવાની તક સાથે રૂ. 1 લાખનો રોકડ પુરસ્કાર પણ પ્રાપ્ત થશે. આ એકમોની મુલાકાતથી વિદ્યાર્થીઓને સેમસંગ ખાતે લીડરશિપ ટીમ સાથે ઈન્ટરએક્ટ કરવા અને મેન્ટોરશિપ પ્રાપ્ત કરવાની તક આપશે. નેસનલ કોર્સના ટોપર્સને સેમસંગ ગેલેક્સી બડ્સ તતા સેમસંગ ગેલેક્સી સ્માર્ટવોચીસ જેવી આકર્ષક સેમસંગ પ્રોડક્ટો પણ મળશે.

“સેમસંગ ભારતમાં તેની હાજરી સાથે છેલ્લાં 28 વર્ષમાં રાષ્ટ્રની વૃદ્ધિમાં કટિબદ્ધ ભાગીદાર રહી છે. અમારો ધ્યેય હંમેશાં યુવાનોને કુશળ બનાવવા અને વ્યાવસાયિક વૃદ્ધિની તકો સાથે તેમને સશક્ત બનાવવાના ભારત સરકારના હેતુઓ સાથે સુમેળ સાધે છે. સેમસંગ ઈનોવેશન કેમ્પસ થકી અમે કુશળતા આધારિત લર્નિંગનું મંચ નિર્માણ કરી રહ્યું છે, જે યુવાનોને ફ્યુચર-ટેક ડોમેન્સમાં કુશળ બનાવવા અને નોકરી નિર્માણ કરવામાં અને અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે મદદરૂપ થવા માગે છે,” એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી જે બી પાર્કે જણાવ્યું હતું.

ઈએસએસસીઆઈ સીએસઆર પહેલ માટે સેમસંગ સાથે ભાગીદારી કરવામાં ખુશી અનુભવે છે, જે દેશમાં સ્કિલ્સ ઈકોસિસ્ટમને મજબૂત બનાવશે. સેમસંગ ઈનોવેશન કેમ્પસ રાષ્ટ્રના યુવાનોને અને ખાસ કરીને મૂળભૂત સુવિધાથી વંચિત હોય તેમને ફ્યુચરટેક ડોમેન્સ પર સ્કિલિંગ અને આવશ્યક જ્ઞાન પૂરું પાડવાના અમારા હેતુઓ સાથે ઉત્તમ સુમેળ સાધવા માટે તૈયાર કરાયું છે. અમને આશા છે કે પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ટેક્નિકલ જાણકારીથી સુસજ્જ કરશે અને તેમને નોકરી માટે તૈયાર કરશે,એમ ઈએસએસસીઆઈના ચીફ ઓપરેટિંગ ઓફિસર (ઓફિશિયેટિંગ સીઈઓ) શ્રી અભિલાષા ગૌરે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button