સુરત, ભારત – 18 ઓક્ટોબર 2023 – સેમસંગ ઇન્ડિયાએ આજે સુરતમાં આવેલા ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર (IBC) ખાતે ગુજરાત રાજ્યમાં તેના બીજા પ્રીમિયમ એક્સપિરિયન્સ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું છે. આ વર્ષની શરૂઆતમાં, સેમસંગે ગુજરાતમાં તેનો પ્રથમ પ્રીમિયમ અનુભવ સ્ટોર રાજ્યના પાટનગર અમદાવાદમાં ખોલ્યો હતો. સુરતમાં ગ્રાહકો માટે સેલ્સ, સર્વિસ અને મનમોહક અનુભવો માટે વન-સ્ટોપ શોપ તરીકે તૈયાર કરવામાં આવેલો, પ્રીમિયમ એક્સપિરિયન્સ સ્ટોર 2500 ચોરસ ફૂટથી વધુ ક્ષેત્રફળમાં ફેલાયેલો છે.
આ સ્ટોર SmartThings, સ્માર્ટફોન, લેપટોપ, ઑડિયો, ગેમિંગ અને જીવનશૈલી ટેલિવિઝનને સમર્પિત ઓતપ્રોત કરી દેનારા ઝોનને કેન્દ્રમાં રાખીને સેમસંગની સંપૂર્ણ પ્રોડક્ટ ઇકોસિસ્ટમને પ્રદર્શિત કરે છે. આ સ્ટોર સુરતના પ્રખ્યાત ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર (IBC)માં આવેલો છે, જે માત્ર કોર્પોરેટ હબ તરીકે જ નહીં પરંતુ સ્થાનિક લોકો માટે ગતિશીલ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ વિકાસ પામે છે.
નવો એક્સપિરિયન્સ સ્ટોર ‘Learn @ Samsung’ પ્રોગ્રામના ભાગ રૂપે ગેલેક્સી વર્કશોપની વિવિધ રેન્જ આયોજન કરશે. આ વર્કશોપ ટેક-સેવી વ્યક્તિઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં Gen Z અને મિલેનિયલ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ વર્કશોપમાં ગ્રાહકોના હિતોને અનુરૂપ વિષયોની વિશાળ રેન્જ આવરી લેવામાં આવશે, જેમાં ડિજિટલ આર્ટ, ડૂડલિંગ, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ફિટનેસ, રસોઇ, કોડિંગ, સંગીત અને શહેરની સ્થાનિક સંસ્કૃતિ તેમજ મૂલ્યોની ઉજવણી કરતા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
આ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યા પછીના પ્રથમ બે અઠવાડિયામાં આ સ્ટોરની મુલાકાત લેનારા ગ્રાહકોને INR 15000 અને તેથી વધુની કિંમતની સેમસંગ પ્રોડક્ટ્સની ખરીદી પર 2X લોયલ્ટી પોઇન્ટ મળશે અને INR 2999માં Galaxy Buds2 ખરીદી શકશે. આ ઉપરાંત, ગ્રાહકોને તમામ અગ્રણી બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10%નું બેંક કૅશબેક પણ મળશે.
સેમસંગ ઇન્ડિયાના સિનિયર ડિરેક્ટર સુમિત વાલિયાએ જણાવ્યું હતું કે, “અમદાવાદમાં સફળ લોન્ચિંગ બાદ અમે ગુજરાતમાં વધુ એક મોટો પ્રીમિયમ સ્ટોર લાવવા અંગે ઉત્સાહિત છીએ. અમે યુવા પ્રેક્ષકોને ઓતપ્રોત કરી દેનારા અને અનન્ય રીતે તૈયાર કરવામાં આવેલા ઉત્પાદન અનુભવો સાથે જોડવામાં માનીએ છીએ અને સુરતમાં અમારો નવો સ્ટોર તે અને એ સિવાય ઘણું બધું પ્રદાન કરશે. ખાસ તૈયાર કરેલા અનુભવો પૂરી પાડવા ભાર મૂકવાની સાથે સાથે, અમે ‘Learn @ Samsung’ વર્કશોપનું આયોજન કરીશું, જે વિવિધ ગ્રાહક પેશન પોઇન્ટ જેમ કે ડિજિટલ આર્ટ, ડૂડલિંગ, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ફિટનેસ અને મ્યુઝિક વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરશે .”
નવા સ્ટોર્સ પર, ગ્રાહકોને સેમસંગના Store+ અનંત પાંખ પ્લેટફોર્મ દ્વારા ફિજિટલ અનુભવ મળશે. Store+ દ્વારા, ગ્રાહકો ડિજિટલ કિઓસ્કનો ઉપયોગ કરીને તેના સમગ્ર પોર્ટફોલિયોમાં 1,200થી વધુ વિકલ્પો સાથે સેમસંગ ઉત્પાદનોને બ્રાઉઝ કરી શકશે, પછી ભલે તે ઑનલાઇન હોય કે પછી સ્ટોરમાં ઉપલબ્ધ હોય. ગ્રાહકો, સ્ટોરમાંથી ઑનલાઇન ઓર્ડર પણ કરી શકે છે અને ઉત્પાદનોને સીધા ઘરે પહોંચાડી શકે છે.
ગ્રાહકો સેમસંગની ડિજિટલ ધીરાણ સેવા, સેમસંગ Finance+ પણ ઍક્સેસ કરી શકે છે અને સ્ટોરમાં જ ગેલેક્સી સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટવોચ માટે સેમસંગ Care+ પ્લાન પસંદ કરી શકે છે.
સ્ટોરની મુલાકાત લેનારા ગ્રાહકો તેમના સ્માર્ટફોન માટે ઝંઝટ-મુક્ત આફ્ટર સેલ્સ સેવાનો આનંદ માણી શકશે અને તેમના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો માટે ઘરે બેઠા સર્વિક કૉલ બુક કરી શકશે.