વેસુ સ્થિત શ્રી મહાવિદેહધામમાં કાષ્ઠમય મંદિરોની પાવન પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
સમગ્ર ૬ હજારથી વધુ ક્ષમતાવાળો મંડપ ખીચોખીચ ભરાઈ ગયો હતો

વેસુ સ્થિત સંયમતીર્થ શ્રી મહાવિદેહધામમાં જૈનાચાર્ય પૂ. કુલચંદ્ર સૂરિજી મહારાજાના સોહામણા સાન્નિધ્યમાં ૯૦૦થી અધિક આચાર્ય ભગવંતો, પન્યાસજી ભગવંતો, શ્રમણો અને શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય અને દીક્ષાદાનેશ્વરી આ. ગુણરત્નસૂરિજી મ. ના કાષ્ઠમય મંદિરોની પાવન પ્રતિષ્ઠા મોહત્સવ હજારો ભાવુક ભકતોની ઉપસ્થિતિમાં અત્યન્ત ભાવોલ્લાસપૂર્વક સંપન્ન થઈ હતી.” ઓમ પુણ્યાહ પુણ્યાહ, પ્રિયન્તાં પ્રિયન્તાં “નો પવિત્ર મંત્રો દ્વારા પ્રભુની પ્રતિષ્ઠા અને શિખર ઉપર ધજા લહેરાઈ ત્યારે હજારો ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. પ્રતિષ્ઠા બાદ ધર્મસભાનું આયોજન થયું હતું. સમગ્ર ૬ હજારથી વધુ ક્ષમતાવાળો મંડપ ખીચોખીચ ભરાઈ ગયો હતો.
મુંબઈના સુપ્રસિદ્દ વક્તા (એંકર) સંજયભાઈ વખારીયાએ સોંવ મંડવઃ માં બિરાજીત સોંવ શ્રાવક અને શ્રાવિકાઓના પણ રૂંવાટા ખડાં કરતી ગુરુગુણ સંવેદના દ્વારા હજારો ભાવુકોના આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવી દીઘો હતો. તમામ પ્રસંગોમાં અનેક સમુદાયોના આચાર્ય ભગવતો અને શ્રમણ-શ્રમણી ભગવંતોએ હાજરી આપી હતી. આ પાવન અવસર શ્રી મહાવિદેહધામમાં શ્રી મહાવિદેહ ધામ તપાગચ્છ શ્વે. મૂ.પૂ. જૈન સંઘની સ્થાપના કરવામાં આવી હતી. પૂ. ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજાની આજ્ઞા અને આશીર્વાદથી પૂ. આ.શ્રી વેરાગ્યવારિધિ કુલલચન્દ્રસૂરિજી મહારાજ સાહેબએ “સિદ્ધાન્ત વિશારદ્” અને જૈન સંઘોના સુંદર કાર્યો કરવા બક્લ સુશ્રાવક ડૉ. શ્રી સંજયભાઈ શાહને વૈરાગ્યવારિધિ પૂ. આ. શ્રી ફુલચન્દ્રસૂરિજી મહારાજ સાહેબ દ્વારા શાસનરત્ન’ની પદવી એનાયત કરવામાં આવતાં હજારો ભાવુકો ઉત્સાહથી નાચી ઊઠ્યા હતા.
અગિયાર દિવસના આ ઐતિહાસિક અને ભવ્યાતિભવ્ય પ્રસંગને સફળ બનાવનારા તમામ સૂત્રધારોનો ટ્રસ્ટીવર્યોએ હધ્યથી આભાર વ્યકત કર્યો હતો. પ્રતિષ્ઠાનો અદ્ભુત માહોલ જોઈને સમગ્ર ભારતભરમાં ભારે હર્ષોલ્લાસનું વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. આ વર્ષ ના પ્રથમ ચાતુર્માસ પૂ. પંન્યાસપ્રવર ગૌતમરત્ન- વિજયજી મ. આદિ શ્રમણ ભગવંતોની જય બોલાઈ હતી એમ પન્યાસ શ્રી પદ્મદર્શન મહારાજસાહેબે જણાવ્યું હતું.