સુરત

ચલણી નોટને બદલે કાગળનાં બંડલ પધરાવી છેતરપિંડી આચરતા બે ઇસમને ઝડપી પાડતી સચિન GIDC પોલીસ

બંને ઇસમો ATM માં પૈસા કાઢવા આવનારને છેતરતા હતા

સચિન GIDC પોલીસે એવા બે ઇસમોને ઝડપી પાડ્યા છે જે ભોળા લોકોને પૈસાના બદલે કાગળનાં બંડલ પધરાવતા હતા.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ PSI એચ.આર પટેલના નેતૃત્વમાં ASI મો.ઇરશાદ ગુલામ સાદીક અને અ.હે.કો રાહુલ જાદવે સચિન GIDC વિસ્તારમાં સાગર હોટલ પાસેથી શૈલેષ(પિન્ટુ) પાઠક ( ઉંમર ૩૮, રહે. નવસારી, મૂળ રહે. શરદગંજ જિલ્લા જૌનપુર, ઉત્તરપ્રદેશ) અને સંજય (અમર) રાજભર (ઉમર. ૨૮, રહે. ઘર નં. રામનગર વીભાગ ૩, છાપરા રોડ વિજલપોર નવસારી, મૂળ રહે. રામનગર જિલ્લા બનારસ, ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડ્યા છે જે ATM માં પૈસા કાઢવા આવતા ભોળા લોકોને નિશાનો બનાવી તેમની પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવી અને પોતાની પાસે રહેલા કાગળનાં બંડલ પધરાવી કે જેમાં ઉપરની અને નીચેની તરફ ૫૦૦ રૂપિયાની ચલણી નોટ રાખી છેતરપિંડી કરતા હતા.

ઉલ્લેખનીય છે કે આ ઈસમોએ અગાઉ ઇચ્છાપોર પોલીસ સ્ટેશની હદમાં પણ આ પ્રકારની છેતરપિંડી કરી હતી. જ્યાં સચિન GIDC પોલીસે બંનેને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button