સુરત
પુણાગામના વેપારી પાસે જોબ વર્ક નું કામ કરાવી રૂપિયા 7.25 લાખ મજૂરીના નહીં ચૂકવી છેતરપિંડી
જે.આર ફેશન પરના જાગૃતીબેન રખ્યા, પ્રો માર્ટ ફર્મના જાગૃતિબેન રખ્યા, લાલ બહાદુર રખ્યા અને મોહિત રખ્યા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
શહેરના જે.આર ફેશન ફર્મ અને પ્રોમાર્ટ ફર્મની બે મહિલાઓ સહિત વેસુના રખ્યા પરિવારના 4 સભ્યોએ પુણાગામ ના વેપારી પાસે લેસપટ્ટીનું જૉબવર્કનુ કામ કરાવડાવી રૂ.7.25 લાખ મજૂરીના નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી. પુણા પોલીસ સ્ટેશનમાં રખ્યા પરિવારના ચાર સભ્યો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે
પુણાગામ સ્કૂલ પાસે વિવેકાનંદ સોસાયતિમાં રહેતા ગોરધન ભીખાભાઈ ચૌહાણ જોબ વર્ક નું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વેસુ ચાર રસ્તા ફ્લોરેન્સ એપાર્ટમેન્ટમાં રહેતા જે.આર ફેશન પરમારના ઓથોરાઈઝ સિગ્નનેટરી જાગૃતીબેન રખીયા રોમાન્ટિક ફર્મના ઓથોરાઇઝ સિગ્નેટરી, લાલ બહાદુર રખીયા અને મોહિત રખીયાએ સાડીઓ ઉપર લેસ પટ્ટી નું જોબ વર્ક નું ગોરધન ચૌહાણને કામ આપ્યું હતું. જેથી ગોરધનભાઈએ જે.આર ફેશન ફર્મ અને પ્રોમાર્ટ ફર્મનું રૂ. 14.20 લાખનું લેસ પટ્ટી નું જોબ વર્ક નું કામ કરી આપ્યું હતું.
ગોરધનભાઈએ જોબ્વરકના મજૂરીના પેમેન્ટ ની માંગણી કરતા બંને ફર્મના માલિકોએ અડધુ પેમેન્ટ ચૂકવ્યું હતું અને બાકીના રૂપિયા 7.25 લાખ મજૂરીના લેવાના નીકળતા હતા. જોકે બંને ફર્મના માલિકોએ ગોરધનભાઈને બાકીના નીકળતા 7.25 લાખ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી જેથી તેઓએ આ અંગે પુણા પોલીસ સ્ટેશનમાં જાગૃતીબેન રખીયા, દીપાબેન રખીયા, લાલ બહાદુર રખીયા અને મોહિત રખીયા સામે ફરિયાદ આપતા પોલીસે જ્યારે રખીયા પરિવારના સભ્યો સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.