અમદાવાદ : રિવરસાઈડ સ્કૂલનો 5 પ્રેરણાદાયક ભારતીય સ્કૂલની યાદીમાં સમાવેશ કરાયો છે. આ 5 સ્કૂલો 250,000 ડોલરના ઈનામ માટે વિશ્વની 10 ઉત્તમ સ્કૂલોની યાદીમાં આવરી લેવામાં આવી છે. ગયા વર્ષે એક્સેન્ચર, અમેરિકન એક્સપ્રેસ, યાયાસન હસનહ અને લેમેન ફાઉન્ડેશનના સહયોગથી T4ના નામે ઓળખાતા વિશ્વના આ સૌથી મોટા પ્રતિષ્ઠિત એજ્યુકેશન પ્રાઈઝીઝની સ્થાપના કરાઈ છે.
ગુજરાતમાં અમદાવાદની સ્વતંત્ર ઈન્ટરનેશનલ સ્કૂલ રિવરસાઈડ સ્કૂલને તેના અનોખા વિદ્યાર્થીલક્ષી શૈક્ષણિક અભિગમને કારણે વિશ્વમાં ઈનોવેશન માટે ગણાતી ઉત્તમ સ્કૂલો માટેના પ્રાઈઝની યાદીમાં સમાવેશને કારણે દુનિયાભરમાં ખ્યાતી પ્રાપ્ત થઈ છે.
પ્રસિધ્ધ શિક્ષણવિદ અને શિક્ષણમાં ઈનોવેશનને પ્રોત્સાહનનાં આગ્રહી રિવરસાઈડ સ્કૂલનાં સ્થાપક કીરણ બીર સેઠી જણાવે છે કે “ઈનોવેશન વિવિધ ક્ષેત્રે અપાર મૂલ્ય ધરાવે છે પરંતુ જ્યારે સ્કૂલોના શિક્ષણમાં તેની ઘણીવાર અવગણના કરવામાં આવે છે. આમ છતાં, હું માનુ છું કે ઈનોવેશનનો શિક્ષણના માર્ગદર્શક સિધ્ધાંત તરીકે સમાવેશ કરવો જોઈએ”
શરૂઆતથી જ રિવરસાઈડ સ્કૂલે ડિઝાઈન થીંકીંગનો અભિગમ અપનાવ્યો છે અને આઈ કેનનુ શિક્ષણલક્ષી મોડલ અપનાવ્યુ છે જે વિદ્યાર્થીલક્ષી, અભ્યાસની સામગ્રીના આધારે આગળ ધપતુ અને પ્રયોગલક્ષી મોડલ છે.
રિવરસાઈડ સ્કૂલ વર્ષ 2004થી સતત એજ્યુકેશન વર્લ્ડના એવોર્ડમાં ભારતની ટોચની 10 સ્કૂલોમાં સ્થાન પામતી રહી છે અને તેના શિક્ષણ શાસ્ત્ર માટે વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત કરી છે. વર્ષ 2008માં રિવરસાઈડ સ્કૂલે FEEL, IMAGINE, DO & SHARE (FIDS) જેવાં ચાર સ્ટેપની સરળ પ્રક્રિયા વડે સમગ્ર વિશ્વમાં સાર્વત્રિક લાગુ કરી શકાય અને સમસ્યા હલ કરી શકાય તેવા અને નિર્ણાયક ટુલની રજૂઆત કરી. સંશોધનમાં જણાયુ છે કે FIDSથી I CAN Mindset નુ નિર્માણ થાય છે અને સહાનૂભૂતિ, સર્જકતા અને સામાજીક જવાબદારીનુ સંવર્ધન થાય છે.
FIDS મોડેલથી દુનિયાભરમાં 2 મિલિયનથી વધુ બાળકોનુ સશક્તીકરણ થયુ છે અને દુનિયા નિવાસ માટે વધુ બહેતર સ્થાન બની છે.
રિવરસાઈડ સ્કૂલનાં સ્કૂલ ચેમ્પિયન, દીપા અવાશીયા જણાવે છે કે “રિવરસાઈડ સ્કૂલની સફળતાનો યશ તેની સમર્પિત ફેકલ્ટીના સમુદાય, લગાવ ધરાવતા માતા-પિતા, મોટીવેશન ધરાવતા વિદ્યાર્થીઓ અને કટિબધ્ધ સપોર્ટ સ્ટાફ તેમજ દુનિયાભરના ઉત્સાહી પાર્ટનર્સને આપી શકાય. આ બધાંએ સાથે મળીને સમગ્રલક્ષી શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા વાયબ્રન્ટ સમુદાયની રચના કરી છે. છેલ્લા 20 વર્ષથી રિવરસાઈડ તમામ બાબતોમાં ઈનોવેશનને મોખરે રાખવાનું ગૌરવ અનુભવે છે.”
પાંચ ઉત્તમ સ્કૂલ તરીકેના ઈનામોમાં સમુદાય સાથે સહયોગ, પર્યાવરણ પ્રત્યે સક્રિયતા, ઈનોવેશન, વિપરીત પરિસ્થિતિમાંથી બહાર આવવાનો અને તંદુરસ્ત જીવનને સપોર્ટ કરવાનો સમાવેશ થાય છે. કોવિડ પછીની સ્થિતિમાં આ બાબતો નવી પેઢીના વિદ્યાર્થીઓનો વિકાસ કરવામાં મહત્વની ભૂમિકા બજાવે છે અને સમાજની પ્રગતિમાં ભારે યોગદાન આપે છે. આ ઈનામો પોતાના વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવીને સમુદાયમાં સાચો તફાવત ઉભો કરતી ઉત્તમ પ્રણાલી ધરાવતી સ્કૂલો વચ્ચે વહેંચવામાં આવશે.
T4 એજ્યુકેશનના સ્થાપક અને વિશ્વની ઉત્તમ સ્કૂલો માટેના પ્રાઈઝના પ્રણેતા વિકાસ પોટા જણાવે છે કે “વિશ્વની ઉત્તમ સ્કૂલોના પ્રાઈઝ માટે જે સ્કૂલોને શોર્ટલીસ્ટ કરાઈ છે અને તે જે શિક્ષણ આપે છે તેમાં એક બાબત સામાન્ય જણાઈ છે. આ સ્કૂલો મજબૂત સ્કૂલ કલ્ચર ધરાવે છે. તેમના આગેવાનો જાણે છે કે અપવાદરૂપ શિક્ષણવિદ્દોને આકર્ષીને તેમને કઈ રીતે પ્રેરણા પૂરી પાડવી, પરિવર્તન માટે પ્રેરક બનાવવા અને ઉત્તમ શિક્ષણ તથા ભણતર માટેનું વાતાવરણ ઉભુ કરવું.”
“હું, નગર નિગમ પ્રતિભા બાલિકા વિદ્યાલય, ઓબેરોય ઈન્ટરનેશનલ સ્કૂલ, ધ રિવરસાઈડ સ્કૂલ, સ્નેહાલય ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ અને શિંદેવાડી પબ્લિક સ્કૂલને વર્ષ 2023ના વિશ્વની શ્રેષ્ઠ પ્રાઈઝ માટે ટોપ 10 સ્કૂલોની યાદીમાં નોમિનેટ થવા બદલ અભિનંદન પાઠવું છું. આ અનુકરણીય ભારતીય શિક્ષણ સંસ્થાઓ અને તેમણે સંવર્ધન કરેલી સંસ્કૃતિમાંથી દુનિયાભરની સ્કૂલોને શિખવા મળશે.”
વિશ્વની ઉત્તમ 10 સ્કૂલોમાં રિવરસાઈડ સ્કૂલને મળેલું નોમિનેશન એ વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક નાગરિક બને તે માટેની સામગ્રી અને ચારિત્ર્યના સંવર્ધન માટેની કટિબધ્ધતાનું પ્રમાણ છે.