દેશ અને વિદેશમાં બનેલી અકસ્માતની ઘટનાઓ માં સહાય અર્પણ કરતા મોરારિબાપુ
સુરતઃ છેલ્લા થોડા દિવસો દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માતની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે. ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે એક કારને ભયંકર અકસ્માત નડતા એક જ પરિવારના છ લોકોના મૃત્યુ થયા હતા. પૂજ્ય બાપુએ આ ઘટના તરફ શોક વ્યક્ત કરી પ્રત્યેક મૃતક ને રૂપિયા 11 હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૬ હજારની સહાય અર્પણ કરી છે.
દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક એક છકડો રીક્ષા પુલ પરથી નીચે પડી જતા ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. આ મૃતકોને પણ પૂજ્ય બાપુ દ્દ્વારા 33 હજાર રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે.
થોડા દિવસો પહેલા સર્બિયાની શાળામાં એક વિદ્યાર્થી દ્વારા આડેધડ અને અંધાધુંધ ગોળીબાર કરવાથી શિક્ષકો સહિત નવ લોકોના મૃત્યુ થયા હતાં. રામકથાના વિદેશ સ્થિત શ્રોતાઓ દ્વારા આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેની વિગતો મળે થી તેમને પણ પૂજ્ય બાપુ દ્વારા સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે.