
સુરત: જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત શિક્ષકોના અનેક પડતર પ્રશ્નોના મુદ્દે રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા ગાંધી જયંતિ પર આંદોલનના મંડાણ કર્યા હતા. સુરત ખાતે તમામ કર્મચારીઓએ ચોક બજાર સ્થિત ગાંધી પ્રતિમાને સુતરની આટી પહેરાવી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને જ્યાર સીધું જૂની પેન્શન યોજના લાગુ નહીં થાય ત્યાર સુધી આંદોલન જારી રાખવાના શપથ લીધા હતા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ, રાષ્ટ્રિય શૈક્ષીક મહાસંઘના પ્રાંતના હોદ્દેદારો, તાલુકા કક્ષાના અધ્યક્ષ તથા મહામંત્રીઓ અને કારોબારી સભ્યો જોડાયા હતા. દરેક સભ્યોએ માટી નું તિલક લગાવી જ્યાર સુધી જૂની પેન્શન યોજના લાગુ નહીં થાય ત્યાર સુધી આંદોલન જારી રાખવાના શપથ લીધા હતા.