એજ્યુકેશનગુજરાતસુરત

રામજીભાઇ માંગુકિયા ને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે શિક્ષણ ક્ષેત્રે Outstanding Education with Modern teaching formats એવોર્ડ એનાયત

સુરતઃ શિક્ષણક્ષેત્રે આધુનિક ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા ખેડૂતપુત્ર અને ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ના પ્રમુખ રામજીભાઇ માંગુકિયા ને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈપટેલ ના વરદ હસ્તે શિક્ષણ ક્ષેત્રે Outstanding Education with Modern teaching formats એવોર્ડ એનાયત રામજીભાઇ માંગુકિયા ધ્વારા અદ્યતન શાળાનું નિર્માણ કરેલ ‘ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ’ વર્ષ 2002માં બ્રહ્મવિદ્ ફાઉન્ડેશનના નેજા હેઠળ સ્થપાયેલી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં છેલ્લાં બે દાયકામાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. સીબીએસઇ અને ગુજરાત બોર્ડમાં નર્સરીથી ધો.12 સુધી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ અપાય રહ્યું છે.

ઇન્ડો-ફિનિશ(ફિનલેન્ડ) મોડલ :

ભાર વિનાનું ભણતર તેમજ વિદ્યાર્થી પોતાના રસ મુજબ અભ્યાસ કરી શકે તેના ભાગરૂપે સીબીએસઇના અંગ્રેજી મિડીયમમાં નર્સરી,જુનિયર અને સિનિયરના વિદ્યાર્થીઓને ઇન્ડો-ફિનિશ મોડલ પર અભ્યાસ કરાવવામાં આવે છે. આ અંગે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વાઇસ પ્રેસિડેન્ટ જિગ્નેશ માંગુકિયા અને મેનેજિંગ ડાયરેક્ટર કિશન માંગુકિયા જણાવે છે કે ભાર વિનાના ભણતર મામલે ફિનલેન્ડનું મોડલ દુનિયામાં સૌથી વધુ બેસ્ટ છે. આવા આદર્શ મોડેલ સાથે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ માં બાળકને તેની રસ-રૂચિ મુજબ અભ્યાસ કરાવવામાં આવે છે. આવીજ વિચારધારા તે તેમના 6000 થી વધુ બાળકોને અને માતા-પિતાને નવી એજ્યુકેશન પોલિસી(NEP-2020)માં સાર્થક કરાવવી છે. જેથી શિક્ષણમાં સુરત ક્ષેત્રએ ખુબજ ટૂંકા સમયમાં નવી વિચારધારા ટીમ વર્કમાં સફળ થયા છે.

આ એવોર્ડ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ના ઉપપ્રમુખ  જિગ્નેશ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી  કિશનભાઈ માંગુકિયા દ્વ્રારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈપટેલ ના વરદ હસ્તે સ્વીકારવામાં આવ્યો હતો આ સફળતા નો શ્રેય આ યુવા વર્ગ દ્વારા શાળાના પ્રમુખ  રામજીભાઇ માંગુકિયા ના આદર્શ વિચારો નો પંથ,તેમની કાર્યશૈલી અને શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ ને ગણાવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button