
સાપુતારા: ગુજરાતીઓના ફેવરિટ મોન્સૂન ડેસ્ટિનેશન એવા સાપુતારા ખાતે લોકો દર વર્ષે એક સરખા ડેસ્ટિનેશન પોઇન્ટ પર ફરીને ઘણીવાર કંટાળી ગયા હશે. જોકે છેલ્લા એક વર્ષમાં સાપુતારાના હાટગઢ ખાતે આવેલ રેડિસન રિસોર્ટ સહેલાણીઓ માટે નવું ફરવાલાયક ડેસ્ટિનેશન બની ગયું છે. પ્રકૃતિના ખોળે આવેલ આ રિસોર્ટમાં એકદમ શાંત વાતાવરણ અને પર્વતો તથા હરિયાળી તેમજ વૉટરફોલ લોકોને એક નવો જ અનુભવ કરાવી રહ્યો છે જે તેમના માટે ઘણા સમયની યાદગીરી બની રહેશે.
એકદમ લગ્ઝરી આનંદ એ પણ બજેટમાં મળી રહે તે વાતને ધ્યાને રાખીને રેડિસન રિસોર્ટ ફક્ત ગુજરાત જ નહિ પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોના ટુરિસ્ટોનું પણ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. હિલસ્ટેશન એવા સાપુતારામાં ટુરીસ્ટોને છેલ્લા એક વર્ષથી પ્રીમિયમ પણ બજેટ ફ્રેન્ડલી સુવિધા પુરી પાડી રહ્યા છે, હવે ટુરીસ્ટને વધારે સારો એક્સપિરિયન્સ મળી રહે તે માટે લે-અમાનહ (LeAmanah) એ રેડિસન રિસોર્ટ સાથે હાથ મિલાવ્યા છે પ્રીમિયમ, લક્ઝરી અને વેલનેસ સુવિધા પુરી પાડશે.
ટુરીસ્ટના એક્સપિરિયન્સને યાદગાર બનાવવા માટે અહીંનું લોકેશન જ પૂરતું છે અને ખાસ કરીને લોકલ ક્લચર અને આર્ટને દેશ વિદેશ સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ રેડિસન રિસોર્ટ બની રહ્યું છે. જેની સાથે અહીંના પરંપરાગત રીત રિવાજો અને ઉત્સવોને પણ જાળવી રાખવાનું કામ રિસોર્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. લોકલ ફોર વોકલ જેવા કાર્યક્રમો દ્વારા અહીંના ટ્રાઇબલ લોકોને પગભર કરવાની સાથે તેમની મહેનતને દેશ વિદેશમાં પહોંચાડવાનું પણ કામ રિસોર્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
લોકલ ક્લચર અને રોજગારીને સમર્થન પૂરું પાડવાનો પ્રયત્ન: રોહિત બલર ( ઓનર, રેડિસન રિસોર્ટ)
રેડિસન રિસોર્ટ એ એક તરફ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે જેમાં લોકોને એક પ્રીમિયમ એક્સપિરિયન્સ મળી રહે તેની સાથે સ્થાનિક ક્લચર અને લોકોને રોજગારી મળી રહે તેવો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે માટે સ્થાનિક લોકો માટે 6 મહિનાની એપ્રેન્ટિસ પ્રોગ્રામ જેમાં તેમને હાઉસકીપિંગ. સ્ટોર કીપિંગ અને હોટેલ મેનેજમેન્ટ દ્વારા રોજગારી પુરી પાડવામાં આવી રહી છે તો હજારો ટુરિસ્ટોથી ધમધમતા રિસોર્ટમાં સ્થાનિક આર્ટ અને ક્લચર માટે સ્ટોલ પણ મુકવામાં આવ્યા છે જેથી તેઓ પણ રોજગારી પ્રાપ્ત કરી શકે. બીજી તરફ ટ્રાઇબલ એરિયા ગણાતા આ વિસ્તારમાં સ્થાનિક ગ્રામ પંચાયતો અને સ્કૂલોના સહયોગથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ જેવી યોજનાઓ પણ શરુ કરવામાં આવી છે.
100 ટકા શુદ્ધ અને સાત્વિક ભોજન જેમાં લોકલ ડીશ પણ સ્વાદસભર છે : પૂનમ નાયર (જનરલ મેનેજર, રેડિસન રિસોર્ટ)
રેડિસન રિસોર્ટમાં ટુરીસ્ટને ને ફક્ત ટુરિસ્ટ એક્સપિરિયન્સ પૂરો પાડવાનો નથી પણ તેનાથી વિશેષ છે. રેડિસન રિસોર્ટમાં સહેલાણીઓને 100 ટકા શુદ્ધ અને સાત્વિક ભોજન તેમાં પણ લોકલ ડીશ ને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે ફૂડ લવર્સ માટે વિશેષ આકર્ષણ બની રહેશે. સાપુતારાના પહાડો, અને તેની આસપાસની હરિયાળી તેમજ ધાર્મિક સ્થળો જેવાકે શિરડી,ત્રયંબકેશ્વર અને સપ્તશ્રીંગી પણ નજીક હોવાથી રેડિસન રિસોર્ટ લોકો માટે એક પરફેક્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશ બની ગયું છે.
REDISSON RESORT, GHAT NO.68/1, SAPUTARA-NASHIK RD, HATGAD, NASHIK.