એજ્યુકેશન
રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ જિલ્લા કક્ષાના કલા ઉત્સવ 2025–26 સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું

સુરત જિલ્લાની પ્રતિષ્ઠિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ – અંગ્રેજી માધ્યમ, સુરતના વિદ્યાર્થી જયદીપસિંહ વિક્રમસિંહ મહારાણાએ ગુજરાત રાજ્ય શાળાશિક્ષણ અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની કલા ઉત્સવ 2025–26 સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે.
આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ હવે વિદ્યાર્થી જયદીપસિંહ વિક્રમસિંહ મહારાણા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેમની આ સફળતા માટે શાળા પરિવાર, શિક્ષકો અને વાલીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.
આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીશ્રી, કેમ્પસ ડિરેક્ટરશ્રી, પ્રિન્સિપાલશ્રી માલકમ સાયરસ પાલીયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને અભિનંદન પાઠવવામાં આવ્યા અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી.



