નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 236 ના આચાર્ય એજ્યુકેશનલ રિલ્સ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ
સુરતઃ ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા ઉનાળુ વેકેશનમાં ગ્રીષમોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા ક્રમાંક 236 ના આચાર્ય અનિલભાઈ મૂળેએ “એજ્યુકેશનલ રિલ્સ સ્પર્ધા” માં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સુરતનું ગૌરવ વધાર્યું છે.
અમદાવાદની ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન (જીઆઈઈટી) દ્વારા છેલ્લા બે વર્ષથી ઉનાળુ વેકેશનમાં ગ્રીષમોત્સવ સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી બંને કેટેગરી માટે એજ્યુકેશનલ રિલ્સ સ્પર્ધા, સાયન્સ ટોય સ્પર્ધા, શોર્ટ ફિલ્મ, ડ્રામા, વાર્તા લેખન, વકૃત્વ સ્પર્ધા, બાળગીત, કાવ્યગાન, અભિનયગીત વગેરે સ્પર્ધાઓ યોજાઇ હતી.
આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોનું જી.આઇ.ટી અમદાવાદ ખાતે તારીખ 3/2/2024 ના રોજ નિયામક શ્રી એમ કે રાવલ, ડાયરેક્ટર જીઆઇઇટી દ્વારા પ્રમાણપત્ર અને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.