પ્રધાનમંત્રી મોદીએ દક્ષિણ ગુજરાતમાં હોસ્પિટલ કોમ્પ્લેક્સ તથા શૈક્ષણિક અને કૌશલ્ય-નિર્માણ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું
નવસારી, 10 જૂન, 2022: ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવસારીમાં 500-બેડ ધરાવતી અદ્યતન મલ્ટિસ્પેશિયાલ્ટી એન્ડ કેન્સર હોસ્પિટલ્સ કોમ્પ્લેક્સ અને સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાતમાં ખારેલ ગામમાં એક કૌશલ્ય-નિર્માણ કેન્દ્ર, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સામેલ છે.
મલ્ટિ-સ્પેશિયાલ્ટી એન્ડ કેન્સર હોસ્પિટલ્સ આઠ-એકરમાં પથરાયેલા એ એમ નાયક હેલ્થકેર કોમ્પ્લેક્સનો ભાગ છે, જેમાં કન્સલ્ટન્ટ્સ, સ્પેશિયાલિસ્ટ, નર્સો અને પેરામેડિકલ સ્ટાફ માટે રહેણાક કોન્ક્લેવ પણ સામેલ છે. શાળાની નજીક વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ છે તથા ફેકલ્ટી અને પ્રિન્સિપલ માટે ઘર છે.
આ પ્રસંગે નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના સ્થાપક ચેરમેન, દાનવીર અને પહ્મવિભૂણ પુરસ્કારવિજેતા શ્રી એ એમ નાયકે કહ્યું હતું કે, તેમની અંગત સમાજોપયોગી અને દાન સાથે સંબંધિત પ્રવૃત્તિઓ અંતરિયાળ વિસ્તારોમાં વાજબી ધોરણે સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાના, વધુને વધુ લોકોને શૈક્ષણિક સુવિધાઓ પ્રદાન કરવાના અને લોકોને રોજગારી માટે ઉચિત કૌશલ્યની તાલીમ આપવાના આપણા આદરણીય પ્રધાનમંત્રીના લક્ષ્યાંકો સાથે સંપૂર્ણપણે સુસંગત છે.
નાયકે કહ્યું હતું કે, “આ પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યાં એની મને ખુશી છે. દેશ અને દેશવાસીઓની સેવા કરવાનો તેમનો જુસ્સો ખરેખર પ્રેરક છે. આ ખરેખર પ્રેરણાજનક છે, અન્ય લોકોને રાષ્ટ્રસેવા કરવા પ્રોત્સાહન આપે છે.”
નાયકે ઉમેર્યું હતું કે, “મારા ટ્રસ્ટો જરૂરિયાતમંદોને ટેકો આપવાનું જાળવી રાખશે અને લોકોના જીવનને સુધારવામાં મદદરૂપ થશે. હું આ અભિયાન પ્રત્યે કટિબદ્ધ છું તથા મારા ટ્રસ્ટો શક્ય શ્રેષ્ઠ રીતે સમાજની સેવા કરે એ સુનિશ્ચિત કરવા મહેનત કરવાનું જાળવી રાખશે.”
વર્ષ 2009માં શ્રી નાયક દ્વારા સ્થાપિત બે ટ્રસ્ટે હોસ્પિટલો, શાળાઓ અને કૌશલ્ય-કેન્દ્રનું નિર્માણ કર્યું હતું. ‘નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ’ જરૂરિયાતમંદોને આધુનિક હેલ્થકેર પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. ‘નાયક ચેરિટેબલ ટ્રસ્ટ’ શિક્ષણ અને કૌશલ્ય-નિર્માણમાં કાર્યરત છે.
આ હોસ્પિટલ દક્ષિણ ગુજરાત માટે અદ્યતન મેડિકલ કેરની દ્રષ્ટિએ આશીર્વાદરૂપ પુરવાર થશે. એમાં ઘણા અદ્યતન બહુશાખીય ઉપકરણ સામેલ હશે, જે એને શ્રેષ્ઠ હેલ્થકેર સુવિધાઓને સમકક્ષ બનાવે છે.
નિરાલી મલ્ટિ-સ્પેશિયાલ્ટી હોસ્પિટલની વિવિધ પ્રકારની સેવાઓમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, કાર્ડિયોલોજી અને કાર્ડિયોથોરેસિક સર્જરી, નીયોનેટોલોજી સહિત પીડિયાટ્રિક્સ, ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી, ઓર્થોપેડિક સારવાર, ગંભીર અને ટ્રોમા સારવાર સામેલ છે.
નિરાલી કેન્સર હોસ્પિટલ (હેલ્થકેર સંકુલનો ભાગ)નું ભૂમિપૂજન વર્ષ 2019માં આદરણીય પ્રધાનમંત્રીએ કર્યું હતું. તેનું ઉદ્ઘટાન વર્ષ 2021માં ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યું હતું. એમાં અદ્યતન સુવિધાઓ સામેલ છે, જેમાં 3ડી મેમોગ્રાફી, એક એક્સ-રે સુવિધા અને ન્યૂક્લીઅર મેડિસિનના સંચાલનની સુવિધા સામેલ છે.
નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ વિશે:
નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ (એનએમએમટી) એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે, જેની સ્થાપના શ્રી એ એમ નાયકે તબીબી સારવારમાં દાનવીર કામગીરીઓ હાથ ધરવા માટે પોતાની અંગત ક્ષમતામાં કરી હતી. એનું નામ બે વર્ષની વયે કેન્સરના કારણે અવસાન પામેલી શ્રી નાયકની પૌત્રી નિરાલીની યાદમાં રાખવામાં આવ્યું છે.
નાયકે વધારાની પાંખ સાથે ગુજરાતમાં ખારેલ જનરલ હોસ્પિટલમાં તબીબી સુવિધાઓ વધારવામાં પણ મદદ કરી હતી. ટ્રસ્ટે મુંબઈમાં પોવાઈમાં ‘એ એમ નાઇક ચેરિટેબલ હેલ્થકેર સેન્ટર’ નામની નવી સુવિધા પણ સ્થાપિત કરી છે, જે મુંબઈમાં સ્થાનિક સમુદાયોને વાજબી દરે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત તબીબી સારવારની સુલભતા પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે.