નવસારી જિલ્લા ના સદલાવ ગામમાં શહતૂત રેશમ ઉત્પાદન માટે શહતૂત ના છોડ ના રોપણીનું આયોજન અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય કિસાન દળ અને કિસાન સેના તથા કેન્દ્રીય રેશમ બોર્ડ ના નેતૃત્વ માં ગુજરાત રાજ્ય ના નવસારી જિલ્લા ના સદલાવ ગામમાં શહતૂત રેશમ ઉત્પાદન માટે શહતૂત ના છોડ ના રોપણીનું આયોજન અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય કિસાન દળ ના અધ્યક્ષ શ્રી ગીરીશભાઈ શ્રીમાળી તથા ભારત ટેક્સટાઇલ સિલ્ક બોર્ડ કમિટી ના ચેરમેન દ્વારા ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ગુજરાત માં હાઈટેક ટેક્નોલોજી થી પરિપૂર્ણ મલબારી સિલ્ક (શહતૂત ના ઝાડ) જેની રોપણી કરવામાં આવી,
ગુજરાત ના ઇતિહાસ માં રેશમ સિલ્ક ની શરૂઆત થઇ હતી પણ કોઈ કારણસર અહીંના ખેડૂતોને એનો લાભ મળ્યો નથી, એના સામે ભારત ના 27 રાજ્યોમાં આ શહતૂત રેશમ નું મોટા પ્રમાણ માં ઉત્પાદન થઇ રહ્યો છે અને એ રાજ્યો ના ખેડૂતો સરકારી યોજનાનો પુરેપૂરો લાભ લઇ રહ્યા છે અને આર્થિક રીતે સબળ બની રહ્યા છે.
ગુજરાત માં સેરીક્લચર ઉત્પાદન નહિ હોવાથી અત્યાર સુધી ખેડૂતો એના લાભ થી વંચિત રહ્યા છે, હવે ખેડૂતોને પુરા ગુજરાત માં સમ્રગ ગામે ગામ રાષ્ટ્રીય કિસાન દળ અને કિસાન સેના ના નેતૃત્વ માં ગુજરાત ના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે, ગુજરાત ના ખેડૂતોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માંડીને 75% સબસિડીનો લાભ મળવા પાત્ર છે.
કેન્દ્રીય સિલ્ક બોર્ડ ખેડૂતોને તમામ સુવિધા આપવા ત્યાર છે, શિક્ષણ થી, ઉત્પાદન અને માર્કેટિંગ સુધી તમામ સુવિધા આપવાનું નક્કી કરેલ છે. ગુજરાત માં આ યોજના હેઠળ 5 થી 7 લાખ ખેડૂતોને તથા તેમના પરિવારો ને ખેતીનો લાભ મળશે.1 એકર સેરીક્લચર ઉત્પાદનમાં 4 થી 5 લોકોને રાજગારીની તક મળશે જેનાથી ગુજરાત ના લાખો બેરોજગાર ખેડૂત યુવાનોને આનો લાભ મળશે
કુકુન ફાર્મિંગ ખુબ જ મોટા પ્રમાણ ના અનેક રાજ્ય માં ચાલી રહ્યું છે હવે ગુજરાત ના ખેડૂતો સમૃદ્ધ અને સક્ષમ બને તેના માટે રાષ્ટ્રીય કિસાન દળ અને રાષ્ટ્રીય કિસાન સેના અને કેન્દ્રીય સિલ્ક બોર્ડ (ટેક્સ્ટાઇલ મિનિસ્ટ્રી ) નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. ગુજરાત માં આવનારા સમય માં 10000 એકર સેરીક્લચર અને ફાર્મિંગ ઉત્પાદન માટે ખેડૂતો એ લાગણી દર્શાવી છે. ગુજરાત માં સુરત સીટી ટેક્સ્ટાઇલ સીટી હોવાથી એનો લાભ મળશે એની પુરે પુરી શક્યતા રહેલ છે,.
આ ક્ષેત્ર માં સ્કિલડ મેનપાવર મળી રહે તે માટે આજે ભારત સરકાર ની સમર્થ યોજના હેઠળ આદ્યશ્રી ઇન્સ્ટિટ્યૂટ સાથે એમઓયુ કરવામાં આવ્યો. અમે ભારત સરકાર ના અને કેન્દ્રીય સિલ્ક બોર્ડ ના સચિવ શ્રી રજિત રંજન જી, સીનીઅર સાયન્ટિસ્ટ સાદિક જી અને એમની સમ્રગ ટિમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. ગુજરાત ના ખેડતૂ નો પ્રોત્સાહન આપવા માટે અમે આપણા આ એતિહાસિક ઉપક્રમ માટે હંમેશા આભારી રહીશું..