પાલ સ્થિત જે. તપોવન જૈન સ્કૂલ સુરતનો શિલાન્યાસ
સુરતની ધન્યધરા પર પાલ સ્થિત સેન્કટમ સેલોનાની સામે નિર્માણાધીન શ્રી ચંદ્રશેખર જ્યોત તપોવન જૈન સ્કૂલ એસ.સી. જે. તપોવન જૈન સ્કૂલ સુરતનો શિલાન્યાસ જૈનાચાર્ય મલયકીર્તિસૂરિજી મહારાજ સાહેબ મુક્તિનિલયસૂરિજી મહારાજ સાહેબ મનોભૂષણ .મહારાજ સાહેબ પંન્યાસ સંયમકીર્તિ ,મહારાજ સાહેબ મુનિ અક્ષયકીર્તિ ,મહારાજ સાહેબ મુનિ મોક્ષદર્શન વિજય મહારાજ સાહેબ તથા ભવ્યચન્દ્ર મહારાજ સાહેબ ની નિશ્રામાં રંગેચંગે સંપન્ન થયો હતો. આ પાવન પ્રસંગે તપોવન જૈન સંકુલના પ્રથમ મુખ્ય લાભાર્થી શ્રી રશ્મિનભાઈ કંપાણી પરિવાર, સુરતના સેવંતીભાઈ મારવાડી, ગંભીરચંદ ઉમેદચંદ પરિવાર, ભરતભાઈ છાંયડો વગેરે મહાનુભાવોએ હાજરી આપીને જૈન સ્કુલનું ગૌરવ વધાર્યું હતું. દાતાઓનું સંસ્થા વતી બહુમાન કરવામાં આવ્યું હતું.
યુગપ્રધાન આચાર્ય સમ પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબના અથાક પ્રયત્નથી આ સંકુલ તૈયાર થઇ રહ્યું છે. પૂજ્ય. આચાર્યશ્રીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવી હશે તો સંસ્કારો અને શિક્ષણનું સુભગ મિલન થવું જોઈશે. આજે નવી પેઢી નાસ્તિકતાના પંથે મેરેથોન દોડ લગાવી રહી છે ત્યારે એને આસ્તિક બનાવવા તપોવન શૈલીની જૈન સ્કૂલ ઠેર ઠેર ઉભી કરવી પડશે. શીલ અને સદાચારોનો કચ્ચરઘાણ વળી રહ્યો છે ત્યારે આવી સ્કૂલો સંસ્કારોનો વારસો આપી સંતાનોને બચાવશે.
શિલાન્યાસ પ્રસંગનું સંપૂર્ણ સંચાલન નિકુંજ શાહ સી.એ. કર્યું હતું. એસ.જી. જૈન સ્કુલના શૈક્ષણિક કાર્યવાહક પુષ્પાબેને ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું હતું. મેયર શ્રી હેમાલીબેને સુંદર સંબોધન કરીને શિક્ષણ અને સંસ્કાર માટે પ્રેરણા કરી હતી. એલ.ઈ.ડી. સ્ક્રીન દ્વારા સ્કૂલની હાઈલાઇટ્સ બતાવવામાં આવી હતી. જૈન સ્કૂલના ટ્રસ્ટી શ્રી અનિલભાઈ શેઠ, સ્કુલ કમિટીના રાજુ વારૈયા, ગિરીશ શેઠ, પરેશ દાઢી, અદિપ, ઉમેશ, દર્શક, કિંજલબેન, પ્રક્ષાલ અજબાણી, મોક્ષેશ અજબાણી, મનન, ભવ્ય, પ્રેયલ વગેરે યુવાનોએ આ કાર્યક્રમને રસપ્રદ બનાવ્યો હતો. કાંકરેજી સમાજના યુવાનોએ પણ આ પ્રસંગમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. જૈન સ્કુલના પ્રિન્સીપાલ અને ટીચરોએ દિલપૂર્વક કામગીરી બજાવી હતી. જૈન સંઘોના મોવડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.