સુરત
ફિલીપાઇન્સના વેપારીઓ હવે સુરતથી ફેશન જ્વેલરી તથા ડેનીમ, વિસ્કોસ અને ફેશન ફેબ્રિકસની ખરીદી કરશે
વેપારીઓ અત્યાર સુધી ચાઇનાથી બધી પ્રોડકટ્સ મંગાવતા હતા હવે સુરતનું ચાઇનાની જગ્યા લેશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ફિલીપાઇન્સ ખાતે બ્રાન્ડેડ રિટેઇલનો વેપાર કરતા લાલભાઇ ગોપવાણી સહિતના વેપારીઓ હવે ચાઇનાને બદલે સુરતથી પ્રોડકટ્સ મંગાવવાનું આયોજન કરી રહયા છે. લાલભાઇ ગોપવાણી એ આઇ સોસાયટીના પ્રમુખ પણ છે.
લાલભાઇ તથા ફિલીપાઇન્સના અન્ય વેપારીઓ અત્યાર સુધી લકઝરી જ્વેલરી, ડેનીમ ફેબ્રિક, વિસ્કોસ ફેબ્રિક અને ફેશન ફેબ્રિક ચાઇનાથી મંગાવતા હતા. હવે તેઓ બધી જ પ્રોડકટ્સ ચાઇનાને બદલે સુરતથી ખરીદી કરવાના છે.