પેટીએમનો ધિરાણ વ્યવસાયમાં નવો વિક્રમ પેમેન્ટ લીડરશીપ મજબૂત થઈ
અત્યાર સુધીના સૌથી વધુ સરેરાશ માસિક ટ્રાન્ઝેકટિંગ યુઝર્સ (MTU) y-o-y 40 ટકા વધીને 68.9 મિલિયન થયા
દિલ્હી : ભારતની અગ્રણી ડીજીટલ પેમેન્ટ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની બ્રાન્ડ પેટીએમની માલિકી ધરાવતી વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે (ઓસીએલ) જાન્યુઆરી 2022ની કામગીરી અંગે આજે તાજી માહિતી આપી છે. કંપનીના ધિરાણ બિઝનેસમાં વૃધ્ધિ જોવા મળી છે, જ્યારે ઓફફલાઈન સેગમેન્ટમાં તેનું નેતૃત્વ ગાઢ બન્યું છે. આના પરિણામે અત્યાર સુધીનો સૌથી વધુ માસિક ટ્રાન્ઝેક્ટીંગ યુઝર્સ અને GMV માં સતત વધારો ચાલુ રહ્યો છે.
પેટીએમના પ્રવક્તા જણાવે છે કે “અમે જેમ જેમ લેન્ડીંગ પ્રોડક્ટસ પેટીએમ પોસ્ટપેઈડ (બીએનપીએલ), મર્ચન્ટ લોન અને પર્સનલ લોનમાં આગળ વધી રહ્યા છીએ તેમ તેમ અમારા પ્લેટફોર્મમાં વ્યાપક વૃધ્ધિ જોવા મળે છે. અમે સતત અમારો ઓફ્ફલાઈન બિઝનેસ વિસ્તારી રહ્યા છીએ અને દેશમાં વધુમાં વધુ ડિવાઈસીસ મૂકવામાં આવી રહી છે. અમારા પ્લેટફોર્મ પર વિક્રમ સંખ્યામાં યુઝર એન્ગેજમેન્ટને કારણે અમારા પ્રયાસોમાં ગ્રાહકો અને વેપારી સ્થળોનો અમારામાં વિશ્વાસ જોવા મળે છે.”
ધિરાણ ક્ષેત્રે વૃધ્ધિઃ
અમારા પ્લેટફોર્મ મારફતે ચૂકવણી કરાયેલા ધિરાણો y-o-y 331 ટકા વધીને જાન્યુઆરી 2022માં 1.9 મિલિયન થયા છે. ચૂકવણી કરાયેલી લોનનું મૂલ્ય રૂ.921 કરોડ થાય છે કે જે y-o-y 334 ટકાની વૃધ્ધિ દર્શાવે છે. ટૂંકાગાળામાં ઓમિક્રોનની કામચલાઉ વિપરીત અસર થવા છતાં મર્ચન્ટ લેન્ડીંગ ચૂકવણીનું કદ વધી રહ્યું છે, જે દર્શાવે છે કે અમારા બિઝનેસમાં લેન્ડીંગ પ્રોડક્ટસ અપનાવવાનું વલણ વધી રહ્યું છે.